+

VADODARA : પંચર થયેલું ટાયર બદલવા જતા વેપારીને આર્થિક ફટકો

VADODARA : વડોદરા (VADODARA) પાસે કારમાં માલ ભરીને વેપારી અલગ અલગ જગ્યાએ આપવા માટે નિકળ્યા હતા. દરમિયાન કારમાં બે વખત પંચર પડ્યું હતું. પહેલા પંચર (TYRE PUNCTURE) બાદ કારમાં બધુ…

VADODARA : વડોદરા (VADODARA) પાસે કારમાં માલ ભરીને વેપારી અલગ અલગ જગ્યાએ આપવા માટે નિકળ્યા હતા. દરમિયાન કારમાં બે વખત પંચર પડ્યું હતું. પહેલા પંચર (TYRE PUNCTURE) બાદ કારમાં બધુ સામાન્ય હતું. પરંતુ બીજુ પંચર પડ્યા બાદ કારમાંથી મહત્વની વસ્તુ ધ્યાને આવી ન હતી. જેની આસપાસમાં તપાસ કરતા કોઇ ભાળ મળી ન હતી. આખરે વેપારીએ સમગ્ર મામલે વડું પોલીસ મથક (VADU POLICE STATION) માં ફરિયાદ નોંધાવી છે.

વેચાણ કરીને પૈસા બેગમાં મુક્યા

વડું પોલીસ મથકમાં ભાસ્કરભાઇ ચંદુભાઇ રાણા (રહે. શામળકુવા, પાદરા) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ એજન્સીમાં મસાલાનો વેપાર કરે છે. વેપાર કરવા જતા 19 એપ્રિલે કારમાં રૂ. 70 હજાર ઉઘરાણીના મુક્યા હતા. ત્યાર બાદ 20 એપ્રિલે બપોરે પૈસા ભરેલી થેલી કારમાં રાખી વેપાર કરવા તેઓ નિકળ્યા હતા. જે બાદ માલનું અલગ-અલગ જગ્યાઓએ વેચાણ કરીને તેમાંથી મળેલા પૈસા બેગમાં મુક્યા હતા. કુલ મળીને બેગમાં રૂ. 84 હજારથી વધુ ની રોકડ હતી.

પંચર રીપેર કરાવડાવ્યું

તેવામાં તેઓ મોભા ગામે માલ આપવા માટે કારમાં નિકળ્યા હતા. દરમિયાન કારમાં પંચર પડ્યું હતું. જેથી તેમણે ટાયર બદલીને આગળ કામે જવા રવાના થયા હતા. જે બાદ પંચર પડેલા ટાયરનું મુવાલ ગામની સીમમાં ટાયરવાળા પાસે પંચર રીપેર કરાવડાવ્યું હતું.

આસપાસમાં તપાસ કરી

દરમિયાન વડું ચોકડી પાસેની દુકાનમાં માલ આપીને ઘરે પરત ફરતી વેળાએ કારમાં વધુ એક પંચર પડ્યું હતું. જેથી તેઓ કારમાંથી જેક અને પાનું કાઢીને ટાયર કાઢવાના કામે જોડાયા હતા. તે વખતે તેમની નજર કારની આગળના ભાગે પડતા તેમાં પૈસા ભરેલી બેગ જોવા મળી ન હતી. જેથી તેમણે આસપાસમાં તપાસ કરી હતી. જો કે, બેગની કોઇ ભાળ મળી શકી ન હતી. આખરે રૂ. 84 હજારની રોકડ ભરેલી બેગ ગાયબ થવા અંગે તેમણે વડું પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો —  VADODARA : હોટલના ગલ્લા પર માથાકુટ બાદ તોડફોડ

Whatsapp share
facebook twitter