+

VADODARA : અચાનક પડેલા ભૂુવામાં ST બસનું ટાયર ખૂંપી ગયું, રેસ્ક્યૂ માટે ક્રેઇન બોલાવી

VADODARA : વડોદરા (VADODARA) માં રોડ-રસ્તાની ગુણવત્તા કેટલી નબળી છે, તેની સાબિતી આપતો વધુ એક કિસ્સો સપાટી પર આવ્યો છે. શહેરના મકરપુરા વિસ્તારમાંથી પસાર થતી એસટી બસને મુસાફરોનો ઉતરવા માટે…

VADODARA : વડોદરા (VADODARA) માં રોડ-રસ્તાની ગુણવત્તા કેટલી નબળી છે, તેની સાબિતી આપતો વધુ એક કિસ્સો સપાટી પર આવ્યો છે. શહેરના મકરપુરા વિસ્તારમાંથી પસાર થતી એસટી બસને મુસાફરોનો ઉતરવા માટે રોડ સાઇડ પર ઉભી રાખવામાં આવી હતી. મુસાફરો ઉતરી ગયા બાદ અચાનક રસ્તા પર ભૂવો પડતા તેમાં બસનું આગળનું ટાયર ખૂંપી ગયું હતું. આખરે મુસાફરોને અન્ય બસમાં લઇ જવામાં આવ્યા હતા. અને ખૂંપી ગયેલી બસને બહાર કાઢવા માટે ક્રેન મંગાવવી પડી હતી. અગાઉ 10 દિવસ પહેલા પાર્ક કરેલી કારનું ટાયર રસ્તામાં ખૂંપી ગયું હતું.

આ પ્રકારની ઘટનાઓ પણ સામાન્ય બનવા તરફ

વડોદરામાં માનવસર્જિત પૂરના પાણી ઓસર્યા બાદ રોડ રસ્તા પર અવાર નવાર ભૂવા પડવાની ઘટના સામે આવી રહે છે. ભૂવા પડવાના કારણે રોડ રસ્તાની ગુણવત્તામાં રહેલી ખામીઓ ઉજાગર થઇ રહી છે. તેવામાં 10 દિવસ પહેલા અલકાપુરી વિસ્તારમાં રોડ પર પાર્ક કરેલી કારનું આગળનું ટાયર ભૂવો પડતા તેમાં બેસી ગયું હતું. અચાનક બનેલી ઘટનાઓ સૌ કોઇને ચોંકાવી દીધા હતા. પરંતુ હવે આ પ્રકારની ઘટનાઓ પણ સામાન્ય બનવા તરફ જઇ રહી હોય તેમ લાગી રહ્યું છે. ગત સાંજે વડોદરામાંથી પસાર થતી એસટી બસનું આગળનું ટાયર અચાનક રસ્તા પર પડેલા ભૂવામાં ખૂંપી ગયું હતું. આ ઘટનામાં બસમાં સવાર તમામ મુસાફરોનો બચાવ થયો હતો.

તે સમયે બસમાં 46 જેટલા મુસાફરો હતા

એસ ટી બસ ચાલકે જણાવ્યું કે, અમે સુરતથી ડાકોર જવા માટે નિકળ્યા હતા. પેસેન્જર ઉતારવા માટે બસ ઉભી રાખી હતી. પેસેન્જર ઉતર્યાને અચાનક જ આગળનું ટાયર ભૂવામાં પડી ગયું હતું. અહિંયા ખાડો પણ ન્હતો. કોઇને વાગ્યું નથી, જો ચાલુમાં આવું થયું હોત તો લોકોને નુકશાન થઇ શકત. તે સમયે બસમાં 46 જેટલા મુસાફરો હતા. સુત્રોએ જણાવ્યું કે, આ બસમાં ફસાયેલા મુસાફરોને અન્ય બસ મારફતે જવા રવાના કરવામાં આવ્યા હતા. અને ટાયર ખૂંપી ગયેલી બસને બહાર કાઢવા માટે ક્રેઇનનો સહારો લેવો પડ્યો હતો.

આ પણ વાંચો — VADODARA : “કેશડોલ નહીં પહોંચી તો…ગરબા રમવા તૈયાર રહેજો”, કર્મશીલની ચિમકી

Whatsapp share
facebook twitter