+

VADODARA : SSG હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં લિફ્ટ બહાર દર્દીઓના સ્ટ્રેચરની લાઇનો લાગી

VADODARA :  વડોદરા (VADODARA) માં મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ (SSG HOSPITAL) આવેલી છે. આ હોસ્પિટલ અનેક કારણોસર અવાર-નવાર ચર્ચામાં રહે છે. આજરોજ હોસ્પિટલના તાત્કાલિક સારવાર (TRAUMA CENTER)…

VADODARA :  વડોદરા (VADODARA) માં મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ (SSG HOSPITAL) આવેલી છે. આ હોસ્પિટલ અનેક કારણોસર અવાર-નવાર ચર્ચામાં રહે છે. આજરોજ હોસ્પિટલના તાત્કાલિક સારવાર (TRAUMA CENTER) વિભાગમાં લિફ્ટ બહાર દર્દીઓના સ્ટ્રેચરની લાઇનો લાગી છે. વિજ પુરવઠો ખોરવાઇ જવાના કારણે હોસ્પિટલની લિફ્ટ ચાલુ ન હોવાથી દર્દીઓ અને તેમના સગાઓએ આજે હેરાન થવાનો વારો આવ્યો છે.

કેટલાક દર્દીના મોઢા પર તો ઓક્સિજન માસ્ક પણ લાગેલા

મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ (SSG HOSPITAL) વડોદરા (VADODARA) માં આવેલી છે. અહિંયા માત્ર વડોદરા કે ગુજરાતભરમાંથી જ નહિ પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ દર્દીઓ સારવાર લેવા માટે આવે છે. તાજેતરમાં એસએસજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં માત્ર 2 જ બેરેક કાર્યરત હોવાથી એક બેરેકમાં બે મૃતદેહો મુકવાની ઘટના સામે આવી હતી. જેણે વિવાદ સર્જ્યો હતો. હજી આ મામલે કોઇ નક્કર નિરાકરણ આવે તે પહેલા જ આજે તાત્કાલિક સારવાર વિભાગમાં લિફ્ટની બહાર દર્દીઓના સ્ટ્રેચરની લાઇનો લાગી હતી. જેમાં કેટલાક દર્દીના મોઢા પર તો ઓક્સિજન માસ્ક પણ લાગેલા હતા.

છઠ્ઠા માળે દર્દીને લઇ જવાનો છે, તે કેવી રીતે કરવું

એક દર્દીના પરિજન જણાવે છે કે, લિફ્ટ એક કલાકથી બંધ છે. મારા સગાને સોનોગ્રાફી કરવાની હોવાથી હું તેઓને નીચે લઇને આવ્યો હતો. જનરેટર પર હાલ સુવિધાઓ ચાલી રહી છે. લિફ્ટ બંધ છે. છઠ્ઠા માળે દર્દીને લઇ જવાનો છે, તે કેવી રીતે કરવું. અમે ખાનગી હોસ્પિટલમાં જઇ નથી શકતા. અન્ય વ્યક્તિ જણાવે છે કે, નીચેથી દર્દીઓ ઉપર નથી જઇ રહ્યા અને ઉપરથી સારવાર દરમિયાન મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ નીચે નથી આવી શકતા. આમાં બેદરકારી સ્ટાફની છે.

હોસ્પિટલની જ સર્જરી કરવી પડે તેવી સ્થિતી

જો કે, દોઢએક કલાક દર્દીને સ્ટ્રેચર પર રાખેલી હાલતમાં રહ્યા બાદ પુન લાઇટ શરૂ થઇ હતી. જેને કારણે લિફ્ટ પૂર્વવત રીતે શરૂ થતા દર્દીઓ અને તેમના સગાઓએ રાહતનો શ્વાસ લીધો હતો. રોજે રોજ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં કોઇને કોઇ સમસ્યા સામે આવતા હોસ્પિટલની જ સર્જરી કરવી પડે તેવી લોકચર્ચાઓએ જોર પકડ્યું છે. દર્દીઓ અને તેમના સગાની મુશ્કેલીઓ ઘટાડવા માટે હોસ્પિટલ તંત્ર દ્વારા શું નક્કર પગલા લેવામાં આવે છે તેના પર સૌ કોઇની નજર રહેશે.

આ પણ વાંચો —કોંગ્રેસના વધુ એક સિનિયર નેતાએ ચૂંટણી લડવાનો કર્યો ઇન્કાર

Whatsapp share
facebook twitter