+

VADODARA : દિવ્યાંગ બાળકોએ મતદાન જાગૃતિનો આપ્યો રંગબેરંગી સંદેશ

VADODARA : વડોદરા લોકસભા (LOKSABHA 2024) બેઠકની સામાન્ય ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભા (WAGHODIYA VIDHANSABHA) બેઠકની પેટા ચૂંટણી તા.૭ મે,૨૦૨૪ના રોજ યોજાનાર છે. આ ચૂંટણીમાં મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે…

VADODARA : વડોદરા લોકસભા (LOKSABHA 2024) બેઠકની સામાન્ય ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભા (WAGHODIYA VIDHANSABHA) બેઠકની પેટા ચૂંટણી તા.૭ મે,૨૦૨૪ના રોજ યોજાનાર છે. આ ચૂંટણીમાં મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહના માર્ગદર્શન હેઠળ શહેર જિલ્લામાં સ્વિપ હેઠળ મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

રંગોળીના માધ્યમથી મતદાન જાગૃતિની અપીલ

જેના ભાગરૂપે આજે SVEEP અંતર્ગત શહેરની કમળાબેન બધીર વિદ્યાલય,કારેલીબાગ ખાતે દિવ્યાંગ બાળકો અને દિવ્યાંગ યુવા મતદારો દ્વારા રંગોળી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકસભા અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં દિવ્યાંગ વ્યક્તિઓની ભાગીદારી વધે અને દિવ્યાંગ મતદારો તેમજ અન્ય મતદારો મતદાન કરવા પ્રેરાય તે માટે મૂક ધ્વનિ ટ્રસ્ટ સંચાલિત કમળાબેન બધીર વિદ્યાલય ખાતે દિવ્યાંગ બાળકો અને દિવ્યાંગ મતદારોએ રંગોળીના માધ્યમથી મતદાન જાગૃતિનો અનોખો સંદેશો ફેલાવી મતદાન માટે અપીલ કરી હતી.

ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ

૨૫ જેટલા દિવ્યાંગ બાળકો અને શિક્ષકોએ ૧૦*૮, ૫*૪ અને ૪*૪ની બે બે રંગોળી દોરી અવસર લોકશાહીનો,મારા ભારતનો, મતદાન આપણો અધિકાર, મતદાન અવશ્ય કરો, ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ જેવા સૂત્રો દ્વારા મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવ્યો હતો.

બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું

આ પ્રસંગે ટ્રસ્ટના હોદ્દેદારો,નાયબ મ્યુનિ.કમિશનર જે.એસ. પ્રજાપતિ, નોડલ અધિકારી ભરત પંચોલી,જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મયંક ત્રિવેદી, સ્વિપના કો ઓર્ડીનેટર ડો.સુધીર જોશી, મામલતદાર ઉત્તર જાનકી પટેલ, મામલતદાર પૂર્વ ડી.આર.જોશી, શાળાના આચાર્ય એ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું

મતદાન જાગૃતિ માટે રમતગમત સ્પર્ધાઓનું આયોજન

જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહના માર્ગ હેઠળ વડોદરા શહેર જિલ્લામાં સ્વિપ અંતર્ગત મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.લોકસભા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે રમતગમત સ્પર્ધાના માધ્યમથી મતદાન માટે જાગૃતિ ઉભી કરવા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર,વાઘોડિયા રોડ ખાતે આવતીકાલ તા.૧૪.૦૪.૨૦૨૪ ના રોજ સવારે ૭ કલાકથી રમત ગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ફૂટબોલ,હોકી,વોલીબોલ ખો-ખો, રસ્સા ખેચ, યોગાસન બેડમિન્ટન, ચેસ અને ગિલ્લી દંડા જેવી સ્પર્ધાઓના આયોજનથી મતદાન માટે જાગૃતિ ઊભી કરવામાં આવશે.શહેર જિલ્લાના રમતવીરો આ સ્પર્ધાના માધ્યમથી મતદાન માટે અપીલ કરશે.

આ પણ વાંચો —  SOU : સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં લેસર શો અને નર્મદા મહા આરતીના સમયમાં ફેરફાર

Whatsapp share
facebook twitter