+

VADODARA : નિયમોને નેવે મુકી ઓવર બ્રિજ પર બેસતા લોકો

VADODARA : વડોદરાના અકોટા-દાંડીયા બજાર ઓવર બ્રિજ (AKOTA – DANDIA BAZAR BRIDGE) પર ટુ વ્હીલર પાર્ક કરીને બેઠેલા યુવક-યુવતિઓ સાથે કારે અકસ્માસ સર્જ્યો હતો. જેમાં એકનું મોત નિપજ્યું છે. છતાં…

VADODARA : વડોદરાના અકોટા-દાંડીયા બજાર ઓવર બ્રિજ (AKOTA – DANDIA BAZAR BRIDGE) પર ટુ વ્હીલર પાર્ક કરીને બેઠેલા યુવક-યુવતિઓ સાથે કારે અકસ્માસ સર્જ્યો હતો. જેમાં એકનું મોત નિપજ્યું છે. છતાં પણ શહેરના અન્ય બ્રિજ પર નો સ્ટોપીંગ અને નો પાર્કિંગના જાહેરનામાની અમલવારીમાં લોકોનો સહયોગ નહિ મળતો હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં શહેરના સોમા તળાવ બ્રિજ પર લોકો વાહન પાર્ક કરીને બેઠા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા સર્કલ (SOCIAL MEDIA VIRAL) માં વાયરલ થવા પામ્યો હતો. જેને લઇને આ વાત સપાટી પર આવવા પામી છે.

લોકોનું જોખમી રીતે બેસવાનું ચાલુ

વડોદરામાં ટ્રાફિકનું ભારણ હળવું કરવા માટે તંત્ર દ્વારા ઓવર બ્રિજ બનાવવામાં આવ્યા છે. આ ઓવર બ્રિજ પર ટ્રાફિકનું નિયમન હવે તંત્ર માટે માથાના દુખાવા સમાન બન્યું છે. લોકો ગંભીર બેદરકારી રાખીને મોડી રાત સુધી બ્રિજ સાઇડ પર વાહન પાર્ક કરીને બેઠેલા જોવા મળે છે. અનેક વખત અકસ્માતની ઘટનાઓ સામે આવ્યા બાદ પણ આ સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. તાજેતરમાં વડોદરાના અકોટા-દાંડીયા બજાર ઓવર બ્રિજ પર ટુ વ્હીલર પાર્ક કરીને બેઠેલા યુવક-યુવતિઓ સાથે કારે અકસ્માસ સર્જ્યો હતો. જેમાં એકનું મોત નિપજ્યું છે. છતાં પણ શહેરના અન્ય બ્રિજ પર લોકોનું જોખમી રીતે બેસવાનું ચાલુ જ હોય આ વાતની પ્રતિતિ કરાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે.

પોલીસ સામે નવો પડકાર ઉભો થયો

વાયરલ વિડીયો અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, આ વિડીયો શહેરના સોમા તળાવ બ્રિજનો હોવાનું અનુમાન છે. રાતના સમયે અહિંયા સાઇડ પર લોકો વાહન પાર્ક કરીને બેઠેલા જોવા મળી રહ્યા છે. જે તેમના અને અન્યના જીવને જોખમી સાબિત થઇ શકે છે. અકસ્માતની આટઆટલી ઘટનાઓ બાદ પણ લોકો જોખમી રીતે બેસવાનું બંધ નહિ કરતા પોલીસ સામે નવો પડકાર ઉભો થયો હોવાની લોકચર્ચાઓ જામી છે.

બ્રિજ પર નો સ્ટોપીંગ અને નો પાર્કિંગ ઝોન જાહેર

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આખબારી યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં સ્પષ્ટ જણાવાયું છે કે, વડોદરા શહેરમાં ઓવર બ્રિજ પર જનતા પોતાના વાહનો સાંજથી મોડી રાત સુધી પાર્ક કરી, ઓવર બ્રિજ પર બેસી રહે છે. જેથી નાના-મોટા અકસ્માતો થવાની સંભાવના રહેલી છે. આથી, તમામ ઓવર બ્રિજો પરથી પસાર થતા વાહન ચાલકો ભય વગર, અગવડ ન પડે અને ટ્રાફિક સુચારૂ ચાલે તે હેતુથી પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડીને તમામ બ્રિજ પર નો સ્ટોપીંગ અને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. વડોદરા શહેરના તમામ નાગરિકોને વિનંતી છે કે, ટ્રાફિકના નિયમોનું સુચારૂરૂપે પાલન કરે.

આ પણ વાંચો —  VADODARA : પીઝા હટ, ન્યુ અલકા રેસ્ટોરેન્ટ સહિત 8 જગ્યાના નમુના સબ સ્ટાન્ડર્ડ જાહેર

Whatsapp share
facebook twitter