Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : નશાના કારોબાર પર SOG ની મોટી કાર્યવાહી

01:05 PM May 24, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરાના મચ્છીપીછમાં ચાલતા નશાના કારોબાર પર સ્પેશિયલ ઓપરેશન (VADODARA SOG POLICE) ગ્રુપ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. વડોદરાની એસઓજી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં અંદાજીત લાખોના મુલ્યનું એમડી ડ્રગ્સ પકડી પાડવામાં સફળતા મળી હોવાનું જાણવા મળી રહ્યું છે.

એસઓજીનો સપાટો

વડોદરાના મચ્છીપીઠ વિસ્તારમાં વધુ એક વખત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ચુનિંદા જવાનો દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. અહિંયા આવેલા કોમ્પલેક્ષના પ્રથમ માળે એસઓજીની ટીમના દરોડા હાલ ચાલી રહ્યા છે. પ્રાથમિક સુત્રોના જણાવ્યા પ્રમાણે, એસઓજીની ટીમને અંદાજીત રૂ. 5 લાખના મુલ્યનું એમડી ડ્રગ્સ પકડી પાડવામાં સફળતા મળી છે. આ કાર્યવાહી હમઝા સલીમ નામના શખ્સને ત્યાં ચાલી રહી હોવાનું હાલ તબક્કે સપાટી પર આવ્યું છે. વડોદરા એસઓજી દ્વારા અગાઉ પણ શહેરમાં ડ્રગ્સનો કારોબાર કરનારાઓની કમર તોડી નાંખવામાં આવી ચુકી છે. વધુ એક વખત એસઓજીના સપાટાને પગલે ચકચાર મચી જવા પામી છે.

ડ્રગ્સ મળી આવ્યું હોવાની સ્પષ્ટતા

સમગ્ર કાર્યવાહીમાં એસઓજી દ્વારા 50 ગ્રામ જેટલો એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હોવાનું સપાટી પર આવ્યું છે. એસઓજી દ્વારા સમગ્ર કોમ્પલેક્ષમાં ખુણે ખુણે તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. સવારથી એસઓજી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં બપોર સુધી એમડી ડ્રગ્સ મળી આવ્યું હોવાની સ્પષ્ટતા સામે આવી રહી છે. સુત્રો જણાવી રહ્યા છે કે, અગાઉ પણ આ વિસ્તારમાંથી એસઓજીની કાર્યવાહીમાં મોટી માત્રામાં ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું હતું.

ફફળાટની લાગણી

અત્રે ઉલ્લેખનીય છે કે, એસઓજી દ્વારા કરવામાં આવતી કાર્યવાહીની ચોતરફથી સરાહના થઇ રહી છે. તો બીજી તરફ ડ્રગ્સ સાથે સંકળાયેલા લોકોમાં ભારે ફફળાટની લાગણી જોવા મળી રહી છે.

આ પણ વાંચો — VADODARA : ગરમીથી બચાવવા ટ્રાફીક સિગ્નલ પર મંડપ ઉભો કરાયો