+

VADODARA : અસંખ્ય ગાયોને ડાઇનિંગ ટેબલ પર કેરીના રસનું જમણ પીરસાયું

VADODARA : વડોદરામાં કાર્યરત શ્રવણ સેવા ફાઉન્ડેશન (SHRAVAN SEVA) છેલ્લા ત્રણ વર્ષ જેટલા સમયથી નિઃસહાય વૃદ્ધોને નિયમિત સ્વાદિષ્ટ ભોજનસેવા પુરી પાડી રહી છે. તાજેતરમાં ફાઉન્ડર નીરવ ઠકકર (NIRAV THAKKAR) દ્વારા…

VADODARA : વડોદરામાં કાર્યરત શ્રવણ સેવા ફાઉન્ડેશન (SHRAVAN SEVA) છેલ્લા ત્રણ વર્ષ જેટલા સમયથી નિઃસહાય વૃદ્ધોને નિયમિત સ્વાદિષ્ટ ભોજનસેવા પુરી પાડી રહી છે. તાજેતરમાં ફાઉન્ડર નીરવ ઠકકર (NIRAV THAKKAR) દ્વારા પાંજરાપોળમાં રખાયેલા પશુઓને ડાઇનિંગ ટેબલ પર કેરીનો રસ જમાડવામાં આવ્યો છે. શ્રવણ સેવા દ્વારા પ્રથમ વખત આટલા મોટા સ્તરે સેંકડો લીટર રસ પશુઓને અર્પણ કર્યા છે. પાંજરાપોળમાં ગાય સહિત 2 હજાર જેટલા પશુઓ હાલ આશરો લઈ રહ્યા છે.

15 દિવસની મહેનતના અંતે સફળતા

શ્રવણ સેવા ફાઉન્ડેશનના ફાઉન્ડર નીરવ ઠકકર જણાવે છે કે, અમારી સંસ્થા દ્વારા કરજણ ખાતે આવેલી પાંજરાપોળમાં રાખવામાં આવેલા ગાયોને ગુણવત્તા સભર કેરીનો રસ જમાડયો છે. આ અંગે વીતેલા 15 દિવસથી અમારી ટીમ તૈયારી કરી રહી હતી. અંતે તાજેતરમાં સફળતા સાંપડી છે. સામાન્ય રીતે હમણાં ફ્રોઝન રસના ઉપયોગનું ચલણ વધુ છે. પરંતુ આપણે સંસ્થાના ઉદ્દેશ્ય અનુસાર તેમની માટે જ કેરીનો રસ તાજો જ કઢાવવામાં આવ્યો હતો. સંસ્થા દ્વારા નિઃસહાય વૃદ્ધોને માટે રોજ ગરમાગરમ જમવાનું બનાવીને પીરસવામાં આવે છે. તે રીતે પશુઓ માટે કેરીનલ તાજો રસ કાઢી તેમના સુધી પહોંચાડવાનું પ્લાનિંગ કરાયું હતું.

પશુઓના ડાઇનિંગ ટેબલ પર રસ પીરસાયો

નીરવ ઠકકર જણાવે છે કે, વડોદરાથી ફૂડગ્રેડ કારબા ભરીને 500 કિલો રસ કરજણ લઈ જવામાં આવ્યો હતો. ઉનાળાની ગરમીમાં રસની ઠંડક જળવાઈ રહે તે માટે પીપળામાં બરફ ભરીને લઈ જવામાં આવ્યો હતો. એક કલાકની મુસાફરી બાદ અમે પાંજરાપોળ પહોંચ્યા હતા. ત્યાં મોટી સંખ્યામાં પશુઓને જમાડી શકાય તે રીતનું મોટું ડાઇનિંગ ટેબલ (મોટી ક્યારી) બનાવવામાં આવી છે. જેને સાફ કરીને તેમાં રસ ઠાલવવામાં આવ્યો હતો. જેવી ગાયોને છોડવામાં આવી કે તરત જ દોડીને ડાઇનિંગ ટેબલ પર આવી મજાથી રસ આરોગવામાં માંડી હતી.

મોઢા પર સુખદ હાવભાવ જોવા મળ્યા

શ્રવણ ઠકકર જણાવે છે કે, એક પછી એક ગાયોને રસ આરોગવા માટે છોડવામાં આવી હતી. તેમનો વારો પૂરો થતાં જ અન્ય ગાયોનો વારો આવતો હતો. ઠંડો કેરી રસ આરોગીને તેમના મોઢા પર સુખદ હાવભાવ જોવા મળતા હતા. જે મનને ટાઢક આપે તેવા હતા. શ્રવણ સેવા ફાઉન્ડેશન નિઃસહાય વૃદ્ધો, જરૂરિયાતમંદ મહિલાઓ-બાળકો બાદ હવે મૂંગા પશુઓની સેવામાં જોડાઈ રહ્યું છે. સેવકાર્યમાં નિમિત્ત બનવાનો ખૂબ આનંદ છે.

આ પણ વાંચો — VADODARA : તળાવમાં અસંખ્યા માછલીઓના મોત બાદ દુર્ગંધથી લોકોની મુશ્કેલીઓ વધી

Whatsapp share
facebook twitter