Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : સેવા સેતુ કાર્યક્રમમાં વિવિધ વિભાગોની 55 સેવાઓ નાગરિકોને ઘરઆંગણે મળી

06:34 PM Sep 19, 2024 |

VADODARA : જનતા અને સરકાર વચ્ચેના વિશ્વાસના સેતુ સમાન ‘સેવા સેતુ’ કાર્યક્રમના દસમા તબક્કાનો આજરોજ ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લએ વડોદરા (VADODARA) ના અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, કિશનવાડી ખાતે ઉપસ્થિત રહીને શહેરવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો.

૨૦ સ્ટોલ થકી પૂર્વ ઝોનના અનેક નાગરિકોને સુવિધા

વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે વહીવટીમાં પારદર્શકતા તેમજ પ્રજાલક્ષી યોજનાઓના લાભ નાગરિકોને તેમના રહેઠાણના નજીકના સ્થળે મળી રહે તે હેતુથી આજે અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, કિશનવાડી ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૨૦ સ્ટોલ થકી પૂર્વ ઝોનના અનેક નાગરિકોને વિવિધ વિભાગોની ૫૫ સેવાઓઓનો નાગરિકોએ સ્થળ પર જ લાભ લીધો હતો.

અધિકારીઓ અને કર્મચારીઓ ખડે પગે રહ્યા

અરજદારોને સરળતા પડે તે માટે અહીં સવારે ૯ કલાકથી બપોરના ૨ કલાક સુધી વિવિધ વિભાગના સ્ટોલ થકી અરજીઓ સ્વીકારવામાં આવી હતી. અને સાંજના પાંચ કલાક સુધીમાં આ અરજીઓનો ઉકેલ લાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરવામાં આવ્યો હતો. અરજદારોને સ્થળ પર જ તાત્કાલિક યોજનાનો લાભ, પ્રમાણપત્ર, દાખલાઓ અથવા સમસ્યાનું સમાધાન મળી રહે તે માટે અધિકારીઓ અને કર્મચારીઓ ખડે પગે રહ્યા હતા. રાજ્ય સરકારની વિવિધ કચેરીના અધિકારીઓ-કર્મચારીઓ ઉપરાંત રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓએ ઉપસ્થિત રહીને અરજદારોના વહીવટી કામોનો નિકાલ કર્યો હતો.

રજૂઆતો અને સમસ્યાઓનો આ કાર્યક્રમમાં સુખદ ઉકેલ આવ્યો

વિવિધ સ્ટોલ થકી મુખ્યત્વે આધારકાર્ડ, આયુષ્માન કાર્ડ, રાશનકાર્ડ, વિધવા સહાય, આવકના દાખલા, જન્મ-મરણના પ્રમાણપત્ર સહિતની સેવાઓનો લાભ લેવા માટે નાગરિકોનો ધસારો જોવા મળ્યો હતો. નાગરિકોની રજૂઆતો અને સમસ્યાઓનો આ કાર્યક્રમમાં સુખદ ઉકેલ આવ્યો હતો. વિવિધ સેવાઓનો સ્થળ પર જ સત્વરે લાભ લઈને નાગરિકોએ સંતોષભાવ વ્યક્ત કર્યો હતો.

કચેરીઓના વારંવાર ધક્કા ન ખાવા પડે તે માટે આયોજન

પારદર્શી પ્રશાસન માટે કટિબદ્ધ સરકાર દ્વારા સરકારની અનેકવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ જરૂરીયાતમંદ સુધી પહોચે અને ગરીબ પરિવારોને સરકારી કચેરીઓના વારંવાર ધક્કા ન ખાવા પડે તે માટે આયોજીત આ સેવા સેતુ કાર્યક્રમમાં ધારાસભ્ય મનીષાબેન વકીલ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રી, વડોદરા મ્યુનિસીપલ કમિશનર દિલીપ રાણા, શાસક પક્ષના નેતાશ્રી મનોજ પટેલ, નાયબ મ્યુનિસિપલ કમિશનર, નગર સેવકો, મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો — VADODARA : માર્ગ-મરમ્મતનું કાર્ય અંતિમ ચરણમાં, 5 હજાર જેટલા ખાડાઓ પુરાયા