Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : બે વર્ષમાં જ ઓવર બ્રિજ ખખડી ગયો

02:50 PM Sep 07, 2024 |

VADODARA : બે વર્ષ પૂર્વે વડોદરા (VADODARA) પાસેના સાવલી (SAVLI) ના જરોદ રોડ પર આવેલા ઔદ્યોગિક એકમો સહિતના પરિવહન માટે મહત્વના ગણાતા સમલાયા જંકશન પર ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજની સ્થિતીએ આ પુલ પર મોટા ગાબડા પડ્યા છે. અને તેના સળિયા સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. ત્યારે આ બ્રિજ બનાવવામાં થયેલી પોલંપોલ હવે ખુલીને સામે આવી રહી છે. આ ઘટનાને પગલે લોકો કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલી નબળી કામગીરીને વખોડી રહ્યા છે. અને તેની સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી દાખવવામાં આવી

એપ્રિલ – 2022 માં વડોદરાના સાવલી તાલુકાના જરોદ-સમલાયા-સાવલી રોડ પર આવેલા રેલવે ઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પાસે જ ઔદ્યોગિક વિસ્તાર હોવાના કારણે અહિંયા મોટા વાહનોની અવર-જવર વધારે રહે છે. તેવામાં હાલની સ્થિતીએ આ બ્રિજને બે વર્ષથી વધારે સમયગાળો પૂર્ણ થયો છે. દરમિયાન આ બ્રિજની બનાવટમાં કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે.

બ્રિજના સળિયા સ્પષ્ટ દેખાઇને આવે છે

આ બ્રિજ પર હાલ મસમોટા ગાબડા પડ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. ગાબડા એટલા મોટા છે કે, બ્રિજના સળિયા પણ તેમાં સ્પષ્ટ દેખાઇને આવે છે. જેને લઇને લોકોમાં ચિંતા વ્યાપી જવા પામી છે. અને આ પ્રકારની ગંભીર બેદરકારી દાખવતા કોન્ટ્રાક્ટર સામે કડક હાથે કાર્યવાહી કરવાની લોકમાંગ ઉઠવા પામી છે.

નીચેથી રેલવે લાઇન પસાર થઇ રહી છે

સ્થાનિકે જણાવ્યું કે, બ્રિજ પર મોટા ગાબડા પડી રહ્યા છે. અને અકસ્માત થવાની શક્યતાઓ છે. આ અંગે જવાબદાર અધિકારી-પદાધિકારીઓને રજુઆત પણ કરી છે. પરંતુ કોઇ એક્શન લેવામાં આવ્યા નથી. જેના કારણે આટલા મોટા ખાડા પડી ગયા છે. જેમાં ગંભીર અકસ્માત થવાની શક્યતાઓ રહેલી છે. નીચેથી રેલવે લાઇન પસાર થઇ રહી છે. એટલે ખાસ ધ્યાન આપીને ત્વરિત કામગીરી કરવી જોઇએ.

આ પણ વાંચો — VADODARA : લાડવાડામાં જર્જરિત મકાન પડતા એકનું મોત