+

VADODARA : વિદેશ મોકલવા લીધેલી લોનના ભારણ નીચે જીંદગી દબાઇ

VADODARA – SAVLI : વડોદરા જિલ્લાના સાવલી પોલીસ મથક (SAVLI POLICE STATION) ની હદમાં બાવળના ઝાડ પર ગરાની વેલ બાંધીને શખ્સે ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવ્યાની ઘટના સામે આવી છે.…

VADODARA – SAVLI : વડોદરા જિલ્લાના સાવલી પોલીસ મથક (SAVLI POLICE STATION) ની હદમાં બાવળના ઝાડ પર ગરાની વેલ બાંધીને શખ્સે ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવ્યાની ઘટના સામે આવી છે. આ ઘટનાની તપાસમાં ચોંકાવનારૂ કારણ સપાટી પર આવ્યું છે. પત્નીને વિદેશ મોકલવા માટેની લોનના ભારણ વચ્ચે ઝીંદગી દબાઇ ગઇ હોવાના કિસ્સાએ પંથકમાં ભારે ચકચાર જગાવી મુકી છે.

ગરાના લીલાવેલ વડે બાંધી ફાંસો

સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, રમેશભાઇ ઉર્ફે રોહનભાઇ પરષોત્તમભાઇ સોલંકી (ઉં. 31) ખંભોળજના ખ્રિસ્તી ફળિયા પાસેના નાના વાસમાં પરિવાર સાથે રહેતા હતા. 23, મે બપોરના અઢી વાગ્યા પહેલા રમેશભાઇ ઉર્ફે રોહનભાઇ પરષોત્તમભાઇ સોલંકીએ સાવલી તાલુકાના ભમ્મરઘોડા ગામની સીમમાં તળાવ કિનારે બાવળવા ઝાડ પર ગરાના લીલાવેલ વડે બાંધી ફાંસો ખાઇને જીવન ટુંકાવી દીધું હતું. આ વાત સ્થાનિકોના ધ્યાને આવતા તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. બાદમાં પોલીસે મામલાની વધુ તપાસ હાથ ધરી હતી.

જીંદગી દબાઇ ગઇ

આ ઘટનામાં સામે આવ્યું કે, રમેશભાઇ ઉર્ફે રોહનભાઇ પરષોત્તમભાઇ સોલંકીએ તેમની પત્ની જોઇનર રમેશભાઇ સોલંકીને ઇઝરાયલ ખાતે નોકરીએ મોકલવા માટે ઘણીબધી લોન લીધી હતી. બાદમાં તે ભરપાઇ કરી શકે તેમ ન્હતું. આમ, પત્નીને વિદેશ જવા મોકલવા લીધેલી લોનના ભારણ નીચે જીંદગી દબાઇ ગઇ હોવાની ઘટના સામે આવી છે. આખરે ઉપરોક્ત મામલે સાવલી પોલીસ મથકમાં પત્ની જોઇનર રમેશભાઇ સોલંકીએ અકસ્માતે મોતની નોંધ કરાવી છે.

હેડ કોન્સ્ટેબલને તપાસ સોંપાઇ

જે બાદ સાવલી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ સાવલી પોલીસના હેડ કોન્સ્ટેબલ સુરેશભાઇ ભલજીભાઇ આ મામલાની તપાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો — VADODARA : ગરમીથી બચાવવા ટ્રાફીક સિગ્નલ પર મંડપ ઉભો કરાયો

Whatsapp share
facebook twitter