+

VADODARA : RSS ના વડા મોહન ભાગવતનું આગમન

આજે વહેલી સવારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RASHTRIYA SWAYAMSEVAK SANGH) ના વડા (Sarsanghchalak) મોહન ભાગવત (MOHAN BHAGWAT) નું રેલ માર્ગે વડોદરામાં આગમન થયું છે. વહેલી સવારે રેલવે સ્ટેશન પર હાઇ…

આજે વહેલી સવારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RASHTRIYA SWAYAMSEVAK SANGH) ના વડા (Sarsanghchalak) મોહન ભાગવત (MOHAN BHAGWAT) નું રેલ માર્ગે વડોદરામાં આગમન થયું છે. વહેલી સવારે રેલવે સ્ટેશન પર હાઇ સિક્યોરીટી જોતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું. રેલ માર્ગે વડોદરા આવી મોહન ભાગવત આગામી નિયત કાર્યક્રમોમાં હાજરી આપવા માટે રવાના થયા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે

દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે વડોદરામાં લોકસભા અને વાઘોડિયા વિધાનસભા આમ બે ચૂંટણીઓ યોજાનાર છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ દ્વારા લોકસભાના ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. અને બંને ઉમેદવારો પ્રચારમાં જોડાયા છે. ત્યારે આજે રાષ્ટ્રીય સેવક સંઘના વડા મોહન ભાગવત વહેલી સવારે રેલ માર્ગે વડોદરા આવી પહોંચ્યા છે. આગામી ત્રણ દિવસ સુધી તેઓ નિશ્ચિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. અને બૌદ્ધિક પીરસશે.

ગરૂડેશ્વર મંદિરમાં પૂજન-અર્ચન કરશે

સુત્રોના જણાવ્યા અનુસાર, તેઓ આગામી ત્રણ દિવસ રોકાણ કરવાના છે. વડોદરા રેલવે સ્ટેશન પર તેમને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વડોદરામાં તેઓના બૌદ્ધિક સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરના જાણીતા બુદ્ધિજીવીઓ હાજરી આપશે. 7, એપ્રિલના રોજ તેઓ નર્મદા જિલ્લાની મુલાકાતે જનાર છે. ત્યાં તેઓ દત્ત તિર્થ ગરૂડેશ્વર મંદિરની મુલાકાત લઇ પૂજન-અર્ચન કરશે.

અમદાવાદથી પરત જવા રવાના થશે

અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદ આરએસએસના વડા મોહન ભાગવતની આ પ્રથમ વડોદરા મુલાકાત છે. તેઓ 8 એપ્રિલ સુધી વડોદરાના મહેમાન બનશે. તેઓ અમદાવાદથી પરત જવા રવાના થવાના હોવાનું સુત્રો ઉમેરી રહ્યા છે.

આ પણ વાંચો — Parshottam Rupala : એક તરફ ક્ષત્રિય સમાજનો વિરોધ, બીજી તરફ રૂપાલાનો પૂરજોશમાં ચૂંટણી પ્રચાર

Whatsapp share
facebook twitter