Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : “અમારા 5 ધારાસભ્ય છે, કોઇ કલમ લાગશે નહીં”, દુષ્કર્મીનો કથિત ઓડિયો વાયરલ

12:22 PM Sep 25, 2024 |

VADODARA : વડોદરા (VADODARA) ગ્રામ્યના ધારાસભ્ય સહિત ભાજપના અસંખ્ય રાજકીય નેતાઓ સાથે ઘરોબો ધરાવનાર આકાશ ગોહિલે પરિણીતા પર બળ જબરી પૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો. મામલો નંદેસરી પોલીસ મથકમાં નોંધાયા બાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીની શોધખોળ હાથ ધરી છે. ત્યારે દુષ્કર્મના આરોપી આકાશ ગોહિલની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં આરોપી બિંદાસ્ત પણે જણાવી રહ્યો છે કે અમે તો ગમે તે કરીએ હાલમાં અમારી તો સત્તા છે.અમારી પાસે પાંચ પાંચ ધારાસભ્ય છે. જેથી મારી સામે કોઈ કલમ લાગશે નહીં. અમારો પીએ રાજેશ ગોહિલ તો દસ દહાડામાં જ છૂટી ગયો હતો.

આકાશ ગોહિલ બળજબરી પૂર્વક ઘરમાં ઘૂસી ગયો

વડોદરા જિલ્લાના અનગઢ ગામે રહેતો વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો નિકટનો મનાતો તથા અન્ય રાજકીય નેતાઓ સાથે ધરોબો ધરાવનાર ભાજપના કાર્યકર્તા આકાશ ભગવાન ગોહિલની અકડ ખુલ્લી પાડતો ઓડીયો હાલ સામે આવ્યો છે. 22 સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે ઘરમાં 30 વર્ષીય પરિણીતાના પતિ કોઈ અશુભ પ્રસંગમાં ગયા હતા ત્યારે તેણી એકલી હતી. આકાશ ગોહિલે પહેલા તેના મોબાઈલ પર મેસેજ કરીને તું એકલી છે તેમ પૂછ્યું હતું. પરંતુ પરિણીતાને એવો અહેસાસ ન હતો કે આકાશ ગોહિલ કયા કારણોસર તે એકલી હોવાનું પૂછી રહ્યો છે. ત્યારબાદ પોતાના મકાનના વચલા રૂમમાં પરીણીતા એકલી ઊંઘતી હતી તે દરમિયાન આકાશ ગોહિલ બળજબરી પૂર્વક ઘરમાં ઘૂસી ગયો હતો અને પરીણીતા પર ઘરમાં દુષ્કર્મ ગુજાર્યુ હતું.

અમે તો ગમે તે કરીએ હાલમાં અમારી તો સત્તા છે

ઘટના અંગે બીજા દિવસે પરિણીતાએ નંદેસરી પોલીસ સ્ટેશનમાં આકાશ ગોહિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે વિવિધ ટીમો બનાવીને આકાશ ગોહિલની શોધખોળ હાથ ધરી છે. પરંતુ હજુ આરોપી હાથમાં આવ્યો નથી. બીજી તરફ પોલીસે પીડિતાનું કોર્ટ સમક્ષ નિવેદન લેવડાવ્યું છે. દરમિયાન આરોપી આકાશ ગોહિલનો કોઈની સાથે વાતચીત કરતો એક ઓડિયો વાયરલ થયો છે, ‘જેમાં આરોપી જણાવી રહ્યો છે કે અમે તો ગમે તે કરીએ હાલમાં અમારી તો સત્તા છે. અમારી પાસે પાંચ પાંચ ધારાસભ્ય છે. જેથી મારી સામે કોઈ કલમ લાગશે નહીં. અમારો પીએ રાજેશ ગોહિલ તો દસ દહાડામાં જ છૂટી ગયો હતો.

શું તેની પાછળ તેના સંબંધો અને પરિચય જવાબદાર છે ?

આ વચ્ચે દુષ્કર્મના આરોપી આકાશ ગોહિલના નંદેસરી પોલીસ જવાનો સાથે આરતી ઉતારતી તસ્વીરો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામી છે. જેને લઇને લોકો તરહ તરહના સવાલો પુછી રહ્યા છે, તે પૈકી એક કોમન સવાલ છે કે, હજી સુધી પોલીસ આરોપીની ધરપકડ કરી શકી નથી. શું તેની પાછળ તેના સંબંધો અને પરિચય જવાબદાર છે કે, કેમ તેની પણ તપાસ થવી જોઇએ.

આ પણ વાંચો — VADODARA : વિશ્વામિત્રી નદીના 13 સ્થળો પરના દબાણો અંગે નોટીસ, ત્રણ દિ’નો સમય અપાયો