+

VADODARA : સગીરા પર દુષ્કર્મના આરોપી સ્વામી જગતપાવન દાસની મુશ્કેલીઓ વધી

VADODARA : વર્ષ 2016 માં સગીરા પર દુષ્કર્મના આરોપસર વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના (VADTAL SWAMINARAYAN TEMPLE) તાબા હેઠળ આવતા વડોદરાવા વાડી સ્વામીનારાયણ મંદિરના સ્વામી જગત પાવન દાસ સામે પોક્સો સહિત અન્ય…

VADODARA : વર્ષ 2016 માં સગીરા પર દુષ્કર્મના આરોપસર વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના (VADTAL SWAMINARAYAN TEMPLE) તાબા હેઠળ આવતા વડોદરાવા વાડી સ્વામીનારાયણ મંદિરના સ્વામી જગત પાવન દાસ સામે પોક્સો સહિત અન્ય કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તાજેતરમાં આ મામલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા આગોતરા જામીન આપવાનો ઇનકાર કરી, અરજી ફગાવી દીધી હતી. જેથી દુષ્કર્મના આરોપી સ્વામી (RAPE ACCUSED SWAMI JAGAT PAVAN DAS) ની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. વાડી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદથી સ્વામી જગત પાવન દાસ પોલીસની પકડથી દુર છે.

કોઇને જાણ નહીં કરવા, નહીં તો મારી નાંખવાની પણ ધમકી

વડોદરામાં આવેલું વાડી સ્વામીનારાયણ મંદિર વડતાલ સ્વામીનારાયણ મંદિરના તાબા હેઠળનું છે. આ મંદિરના સ્વામી જગતપાવન દાસ દ્વારા વર્ષ 2016 માં સગીરાને ગીફ્ટ આપવાના બહાને બોલાવાની તેના પર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં સગીરાના ફોટા-વીડિયો પણ લીધા હતા. ત્યાર બાદ સ્વામી જગત પાવન દાસ એ સગીરાને આ ઘટના અંગે કોઇને જાણ નહીં કરવા, નહીં તો મારી નાંખવાની પણ ધમકી આપી હતી. પાંચ મહિના પહેલા આ મામલે વાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યાર બાદથી દુષ્કર્મનો આરોપી સ્વામી જગત પાવન દાસ (RAPE ACCUSED SWAMI JAGAT PAVAN DAS) ફરાર છે.

સોશિયલ મીડિયા પરની ચેટની પ્રિન્ટ રજૂ કરી

દરમિયાન દુષ્કર્મના આરોપી સ્વામી જગતપાવન દાસ દ્વારા વડોદરાની કોર્ટમાં જામીન અરજી કરી હતી. જો કે, વડોદરાની કોર્ટમાંથી કોઇ રાહત નહીં મળતા તેમણે ગુજરાત હાઇકોર્ટ (GUJARAT HIGH COURT) માં આગોતરા જામીન અરજી મુકી હતી. તે બાદ આગોતરા જામીન અરજીનો સરકાર પક્ષ તરફથી વિરોધ કરવામાં આવતા આખરે તેને ફગાવી દેવામાં આવી છે. કોર્ટ સુત્રોના જણાવ્યા અનુસાર, સરકારી વકીલ દ્વારા સગીરા અને સ્વામી વચ્ચે થયેલી સોશિયલ મીડિયા પરની ચેટની પ્રિન્ટ રજૂ કરી હતી. જે ચેટ 92 પાનાની હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો — VADODARA : વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસેનો શેડ ધરાશાયી, બાળકનું મોત

Whatsapp share
facebook twitter