+

VADODARA : રાજકીય ગરમાવો આવે તેવા બેનર કાંડના મુખ્ય સૂત્રધાર રૂત્વિજ જોષી, હવે અટલાદરા પોલીસ પુછપરછ કરશે

VADODARA : વડોદરા (VADODARA) માં રાજકીય ગરમાવો આવે તેવા પોસ્ટરો લગાડવા મામલે આજે વારસીયા પોલીસ દ્વારા કોંગ્રેસ પ્રમુખ (CONGRESS PRESIDENT) રૂત્વિજ જોષીની 5 કલાક મેરેથોન પુછપરછ કરવામાં આવી છે. ત્યાર…

VADODARA : વડોદરા (VADODARA) માં રાજકીય ગરમાવો આવે તેવા પોસ્ટરો લગાડવા મામલે આજે વારસીયા પોલીસ દ્વારા કોંગ્રેસ પ્રમુખ (CONGRESS PRESIDENT) રૂત્વિજ જોષીની 5 કલાક મેરેથોન પુછપરછ કરવામાં આવી છે. ત્યાર બાદ આજે રૂત્વિજ જોષીને અટલાદરા પોલીસ મથકથી હાજર રહેવા નોટીસ પાઠવવામાં આવી છે. ખિસકોલી સર્કલ પાસે ‘સીએમ અને પ્રદેશ પ્રમુખને વડોદરાના વિકાસમાં રસ નથી?’ એવું બેનર લગાવવા ગુનામાં મુખ્યસુત્રધાર તરીકે રૂત્વિજ જોષીને દર્શાવવામાં આવ્યા છે.  જે મામલે અટલાદરા પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.  હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે.

5 કલાક પુછપરછ કરવામાં આવી

તાજેતરમાં સાંસદ વિરૂદ્ધ અને વડોદરાના વિકાસને લઇને સવાલો કરતા રાજકીય પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા. આ મામલે વારસીયા પોલીસ મથક અને અટલાદરા પોલીસ મથકમાં ત્રણ ત્રણ આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે બાદ ગતરોજ વારસીયા પીઆઇ દ્વારા રૂત્વિજ જોષીને હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું. જેને ધ્યાને રાખીને રૂત્વિજ જોશી આજે પોલીસ સ્ટેશમાં આવ્યા હતા. જ્યાં 5 કલાક તેઓની પુછપરછ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

પુછપરછ દરમિયાન મળ્યા પુરાવા

જે બાદ આજે અટલાદરા પોલીસ મથકમાં રાજકીય બેનર સંબંધિત નોંધાયેલા ગુનામાં મુખ્યસુત્રધાર તરીકે રૂત્વિજ જોષીને નોટીસ પાઠવવામાં આવી છે. પોલીસ સુત્રો જણાવી રહ્યા છે કે, આ બેનર મામલે પોલીસ દ્વારા ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. જેમની પુછપરછ દરમિયાન મળેલા પુરાવાના અંતે મુખ્યસુત્રધાર કોંગ્રેસ પ્રમુખ રૂત્વિજ જોષી હોવાનું નામ થુલ્યું છે. જેથી તેમને હાજર થવા માટે નોટીસ પાઠવવામાં આવી છે. સંભવત આવતી કાલે અટલાદરા પોલીસ રૂત્વિજ જોશીની સઘન પુછપરછ હાથ ધરશે.

ટીકીટ મેળવવા માટેના દાવેદારોમાં અગ્રક્રમમાં હતા

અત્રે ઉલ્લેખનીય છે કે, વારસીયા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં પકડાયેલા આરોપી પૈકી હેરી ઓડ દ્વારા પાર્ટી લોકસભાની ટીકીટ આપે તો લડવાની તૈયારી દર્શાવી હતી. ત્યારે આજે આ મામલે કોંગ્રેસ પ્રમુખ રૂત્વિજ જોષીનું નામ સામે આવ્યું છે. હવે આ રાજકીય સ્ટંટબાજી ખરેખર ટીકીટ અપાવે છે કે પછી કોઇ અન્ય ઉમેદવારને ટીકીટ અપાવે છે તે જોવું રહ્યું. આ ઘટનાક્રમ પહેલા રૂત્વિત જોષી લોકસભાની ટીકીટ મેળવવા માટેના દાવેદારોમાં અગ્રક્રમમાં હતા. પરંતુ હવે આ સ્ટંટબાજી બાદ શું થાય છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો — VADODARA : પોતાનાને દુ:ખી અને બીજાને મોટા કરવાનું સ્થાનિક લેવલનું રાજકારણ, મારી રીત અલગ છે – કેતન ઇનામદાર

Whatsapp share
facebook twitter