+

VADODARA : બાળ ભિક્ષુકોને નવા જીવન તરફ વાળવા પોલીસનો નવતર પ્રયોગ

VADODARA : હ્યુમન ટ્રાફીકીંગ (HUMAN TRAFFICING) ના દુષણને દુર કરવા માટે તથા બાળ ભિક્ષુકોને નવતર જીવન આપવા માટે વડોદરા પોલીસ (VADODARA POLICE) દ્વારા વિશેષ ડ્રાઇવ (SPECIAL DRIVE) હાથ ધરવામાં આવી…

VADODARA : હ્યુમન ટ્રાફીકીંગ (HUMAN TRAFFICING) ના દુષણને દુર કરવા માટે તથા બાળ ભિક્ષુકોને નવતર જીવન આપવા માટે વડોદરા પોલીસ (VADODARA POLICE) દ્વારા વિશેષ ડ્રાઇવ (SPECIAL DRIVE) હાથ ધરવામાં આવી છે. જેમાં વિવિધ વિભાગના કર્મચારીઓ સાથે સ્પેશિયલ ટીમો તૈયાર કરવામાં કરવામાં આવી છે. જેઓ બાળ ભિક્ષુકોને નવું જીવન આપવા માટે કાર્યરત છે. 23, માર્ચે બે બાળકો ફતેગંજ અને સંગમ વિસ્તારમાંથી મળી આવ્યા હતા. જે બાદ તેમના માતા-પિતાનું કાઉન્સિલીંગ કરવામાં આવ્યું હતું. જેમને ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત કરાવવા તેમના માતા-પિતાએ બાંહેધારી પત્રક પણ લખીને આપ્યું છે.

કુલ 41 લોકોની અલગ-અલગ 11 ટીમ બનાવવામાં આવી

વડોદરા પોલીસ દ્વારા નાની ઉંમરે ભિક્ષાવૃત્તિમાં સપડાયેલા બાળકોને મુક્ત કરાવવા અને તેમને ભણતર તથા બહેતર જીવન તરફ વાળવા માટે પોલીસ તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશને આગળ ધપાવવા માટે એલસીબી અધિકારી-કર્મચારી, શી-ટીમ, સ્થાનિક પોલીસ મથકનો સ્ટાફ, ચાઇલ્ડ વેલ્ફેર કમીટીના સભ્યો મળી કુલ 41 લોકોની અલગ-અલગ 11 ટીમ બનાવવામાં આવી છે. જેઓ જાહેર રસ્તા પર તેમજ ટ્રાફિક સિગ્નલ પર ભિક્ષા માંગતા હોય તેવા બાળ ભિક્ષુકોને નવતર જીવન આપવા માટે કારર્યરક રહે છે.

માતા-પિતાનું કાઉન્સિલીંગ કરીને સમજ આપવામાં આવી

સાથે જ બાળ ભિક્ષુકોનું અન્ય સ્થળેથી અપહરણ થયું છે, અથવા બાળ તસ્કરી થઇ છે તેવી સંવેદનશીલ માહિતી એકત્ર કરે છે. સાથે જ બાળકોને તેમના માતા-પિતા સુધી પહોંચાડવા માટે પ્રયત્નો કરવામાં આવે છે. આ ઝુંબેશ અંતર્ગત 23 માર્ચના રોજ ટીમોને ફતેગંજ પેટ્રોલ પંપ પાસેથી અને સંગમ ચાર રસ્તા પર ભિક્ષાવૃત્તિ કરતા બે બાળકો મળી આવ્યા હતા. આ બાળકોને અભ્યાસ તરફ વાળવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. બાળકો અને તેમની સાથે તેમના માતા-પિતાનું કાઉન્સિલીંગ કરીને સમજ આપવામાં આવી હતી. જેથી માતા-પિતા બાળકોને બિનવારી નહિ છોડવા અંગે રાજી થયા હતા. અને તે અંગેનું બાંહેધારી પત્રક પણ ભરીને આપ્યું હતું.

તાજેતરમાં સફળતા સાંપડી

આમ, વડોદરા શહેર પોલીસ દ્વારા ઝોન વાઇઝ બનાવવામાં આવેલી અલગ અલગ ટીમોને તાજેતરમાં સફળતા સાંપડી છે. આ ટીમની અસરકારક કામગીરી જોતા આવનાર સમયમાં અનેક ભિક્ષાવૃત્તિ સાથે સપડાયેલા બાળકોને નવું જીવન મળશે.

આ પણ વાંચો —VADODARA : ધો. 12 સુધી ભણેલા યુવકને નોકરી નહિ મળતા ભર્યુ અંતિમ પગલું

Whatsapp share
facebook twitter