+

VADODARA : બુટલેગરે SUV કારના એન્જિન અને બોડીને બનાવ્યું દારૂનું સંગ્રહસ્થાન, PCB સામે ચાલાકી નાકામ

VADODARA : વડોદરા (VADODARA) માં વધુ એક વખત બુટલેગરની ચાલાકીને પીસીબી (PCB) ની ટીમે ઉંધી પાડી દીધી છે. પીસીબીની ટીમે બાતમીના આધારે છાણી વિસ્તારમાં રેડ કરી હતી. આ રેડમાં કાર…

VADODARA : વડોદરા (VADODARA) માં વધુ એક વખત બુટલેગરની ચાલાકીને પીસીબી (PCB) ની ટીમે ઉંધી પાડી દીધી છે. પીસીબીની ટીમે બાતમીના આધારે છાણી વિસ્તારમાં રેડ કરી હતી. આ રેડમાં કાર સહિત બે લોકો મળી આવ્યા હતા. દારૂની તપાસ કરતા બુટલેગરે કારના એન્જિન અને બોડી પાર્ટ્સમાંથી એક પછી એક દારૂની બોટલો કાઢવાનું શરૂ કર્યું હતું. જેને લઇને પીસીબીની ટીમ આશ્ચર્યમાં મુકાઇ છે. અને આ મામલે છાણી પોલીસ મથકમાં પ્રોહિબીશનની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે બે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે, જ્યારે એક શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

ગાડીમાંથી જથ્થો કાઢી પ્લાસ્ટીકની થેલીઓમાં સગેવગે કરનાવા હતા

વડોદરામાં અસામાજીક પ્રવૃત્તિઓ પર લગામ કરવા માટે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત એક્ટીવ રહે છે. તેવામાં હેડ કોન્સ્ટેબલને ચોક્કસ બાતમી મળી કે, કરોડિયા રોડ પર રહેતો મોહનસિંગ રણવિરસિંગ શેખાવત કારમાં ઇંગ્લીશ દારૂના જથ્થાની હેરફેર કરી રહ્યો છે. અને રામા કાકાની ડેરી સામે ટીપી 48 રોડ પર ખેતર પાસે ખુલ્લી જગ્યામાં મોહનસિંગ શેખાવત અને તેનો માણસ ચિરાગ ઉર્ફે વિષ્ણું રાવળ ગાડીમાંથી જથ્થો કાઢી પ્લાસ્ટીકની થેલીઓમાં સગેવગે કરનાવા છે. ચોકક્સ બાતમીની આધારે ટીમ ઘ્ટના સ્થળ પર પહોંચી હતી. અને કાર્યવાહી હાથ ધરી હતી.

પીસીબીના જવાનો પણ આશ્ચર્યમાં મુકાયા

આ કાર્યવાહીમાં એક કાર જપ્ત કરવામાં આવી હતી. દારૂ છુપાવવા અંગે બુટલેગરને પુછતા તેણે એસયુવી કારના એન્જિન તથા બોડી પાર્ટસમાં છુપાવેલી ઇંગ્લીશ દારૂની બોટલો એક પછી એક કાઢવાનું શરૂ કર્યું હતું. આ જોતા પીસીબીના જવાનો પણ આશ્ચર્યમાં મુકાયા હતા. આખરે આ મામલે બે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે છાણી પોલીસ મથકમાં પ્રોહિબીશનની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

મોહનસિંગ સામે 12 પોલીસ મથકમાં ગુના નોંધાઇ ચુક્યા છે

પીસીબીની ટીમે ઉપરોક્ત કાર્યવાહીમાં મોહનસિંગ રણવીરસિંગ શેખાવત (રહે. અમરનાથ ટેનામેન્ટ) અને ચિરાગ ઉર્ફે વિષ્ણુૂ શૈલેષભાઇ રાવળ (રહે. વ્રજભૂમી સોસાયટી, ગોરવા) સામે ફરિયાદ દાખલ કરી છે. જ્યારે સોની (રહે. રાણાપુર, જાંબુઆ – એમપી) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. મોહનસિંગ સામે 12 પોલીસ મથકમાં ગુના નોંધાઇ ચુક્યા છે. જે પેૈકી મોટા ભાગના પ્રોહિબીશન સંબંધિત ગુનાના છે. કાર્યવાહીમાં પીસીબીની ટીમે રૂ. 1.37 લાખની વ્હીસ્કી અને બિયર સહિત કુલ મળી રૂ. 7.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ પણ વાંચો —VADODARA : નોટીસ બાદ પદ્માવતી શોપીંગ સેન્ટરના વેપારીઓની AGM માં રણનીતિ નક્કી કરાશે

Whatsapp share
facebook twitter