Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : ઢાંકણુ મોઢામાં નાંખી દેતા બાળકે જીવ ગુમાવ્યો

11:48 AM Apr 30, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરાના વડું પોલીસ મથક (VADU POLICE STATION) માં પરિવારના એક વર્ષના બાળકે બોટલનું ઢાંકણું મોઢામાં નાખી દીધા બાદ સારવાર દરમિયાન મૃત્યુ થયાની ઘટનાની અકસ્માતે નોંધ કરવામાં આવી છે. આ ઘટનામાં પરિવારે પોતાનો લાકડવાયો ગુમાવ્યો છે. આ ઘટના અન્ય વાલીઓ માટે ચેતવણીરૂપ છે. બાળક જ્યારે રમતું હોય ત્યારે તેના પર ખાસ નજર રાખવી જોઇએ. નાની અમથી શરતચુક જીવનના અંતનું કારણ બની શકે છે.

ખેતી કરીને ગુજરાન ચલાવે

નાના બાળકોને સારા-ખરાબ, સાચા-ખોટાનો ભેદભરમ ખબર નથી હોતી. તેમની સામે કોઇ પણ વસ્તુ આવે તો તેની સાથે રમવા માંડે છે. પરંતુ ક્યારેક આ રમત જીવલેણ પણ સાબિત થઇ જતી હોય છે. તાજેતરમાં વડોદરા જિલ્લાના વડું પોલીસ મથકમાં આ જ પ્રકારનો એક અકસ્માતે મોતનો કિસ્સો નોંધાયો છે. જેને લઇને પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, ગણપતભાઇ અમરસંગ જાદવ (વેડચ, જંબુસર) પાસે રહે છે. અને ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.

દવાઓ સુધી પહોંચ્યો

તેમને પરિવારમાં એક વર્ષનું સંતાન છે, જેનું નામ ધનુષસિંહ ગણપતભાઇ જાદવ છે. તાજેતરમાં ધનુષસિંહ ઘરમાં રમી રહ્યો હતો. પિતા ખેતી કરતા હોવાથી ઘરમાં પાકમાં છાંટવાની દવાઓ પણ રાખવામાં આવતી હતી. આ દવાઓ બાળકની પહોંચથી દુર ન રાખવામાં આવતા ન થવાનું બન્યું હતું. 29 એપ્રિલના રોજ ધનુષસિંહ રમતા રમતા પાકમાં છાંટવાની દવાઓ સુધી પહોંચ્યો હતો. દરમિયાન આવી એક બોટલનું ઢાંકણું તેણે પોતાના મોઢામાં નાંખ્યું હતું. અને તેનાથી તે રમી રહ્યો હતો.

સારવાર દરમિયાન મોત

તેવામાં જ દવાની અસર તેના પર થતા તેની તબિયત બગડવાનું શરૂ થયું હતું. સમગ્ર ઘટના પરિજનોના ધ્યાને આવતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેને સઘન સારવાર આપવામાં આવી રહી હતી. તેવામાં ટુંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. પરિવારે પોતાનો એક વર્ષનો લાડકવાયો ગુમાવતા તમામ શોકમગ્ન બન્યા છે., સમગ્ર ઘટનાને લઇને વડું પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો — VADODARA : કલાકો સુધી વાટ જોયા બાદ લોકોનું વિજ કચેરીએ હલ્લાબોલ