Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : નર્મદા કેનાલમાં મોટું ગાબડું, સત્વરે મરામતની માંગ

05:56 PM Sep 07, 2024 |

VADODARA : વડોદરા (VADODARA) ના છાણી અને ટીપી – 13 વિસ્તાર વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલમાં મસમોટું ગાબડું પડ્યું હોવાનું સામે આવ્યું છે. આ ગાબડું સત્વરે પૂર્ણ થવી જોઇએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે. હાલ નર્મદા કેનાલમાં પાણી ઓછું છે, પરંતુ તેમાં વધુ પાણી આવે તો કેનાલ ઓવર ફ્લો થવાની શક્યતા હાલ તબક્કે નકારી શકાય તેમ નથી. આ કેનાલની બાજુમાંથી રસ્તો પણ પસાર થઇ રહ્યો છે. ઘટના અંગે જાગૃત નાગરિકે માહિતી આપતા કોર્પોરેટર જહાં ભરવાડ સ્થળ પર આવી પહોંચ્યા હતા. અને જિલ્લા કલેક્ટરને ટેલિફોનીક જાણ કરશે તેમ જણાવ્યું હતું.

નર્મદા નિગમના કોન્ટ્રાક્ટર દ્વારા પોલ મારવામાં આવી

વડોદરા ઐતિહાસીક માનવસર્જિત પૂરનું સાક્ષી બન્યું છે. પૂરની સ્થિતીમાંથી બહાર આવ્યા બાદ વડોદરામાં રસ્તા પર ઠેર ઠેર ભૂવા પડવા, ખાડા પડવા, રોડ બેસી જવાની ઘટનાઓ સામે આવી છે. જેને લઇને પાલિકાના કોન્ટ્રાક્ટરની પોલંપોલ સામે સવાલો ઉઠવા પામ્યા છે. જો કે, રોડ-રસ્તા બાદ હવે નર્મદા કેનાલમાં પણ મોટું ગાબડું પડવાની ઘટના સામે આવી છે. જેને કારણે નર્મદા નિગમના કોન્ટ્રાક્ટર દ્વારા પણ પોલ મારવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

કેનાલ ઓવર ફ્લો થઇને પાણી બહાર આવી શકે છે

સમગ્ર મામલો સ્થાનિક કોર્પોરેર જહાં ભરવાડ દ્વારા ઉજાગર કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, છાણી અને ટીપી – 13 વિસ્તાર વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલમાં મસમોટું ગાબડું પડ્યું છે. આ ગાબડાંનું સત્વરે મરામત કાર્ય હાથ ધરાવવું જોઇએ. હાલ કેનાલમાં પાણી ઓછું છે. પરંતુ વરસાદના સમયે પાણી વધી શકે છે. અને કેનાલ ઓવર ફ્લો થઇને પાણી બહાર આવી શકે છે. આ બધી પરિસ્થિતીઓ ના થાય તે માટે તંત્ર ત્વરિત કાર્યવાહી કરે તે જરૂરી છે. આ અંગે જિલ્લા કલેક્ટરને ટેલિફોનિક જાણ કરવાની તૈયારી પણ તેમણે દર્શાવી હતી.

આ પણ વાંચો — VADODARA : કાંસની સ્થિતીની વિગતો મંગાવાઇ, ભાજના કોર્પોરેટરે કહ્યું, “આ આપણી ભૂલ હતી”