+

VADODARA : MSU ની પરીક્ષાનું બોગસ ટાઇમ ટેબલ વાયરલ

VADODARA : વડોદરા (VADODARA) ની મહારાજા સયાજીરાવ યુ્નિવર્સિટી (MSU) માં બીકોમ (B.COM) ના પ્રથમ વર્ષની મીડ સેમીસ્ટર પરીક્ષાનું બોગસ ટાઇમ ટેબલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા તંત્ર સતર્ક બન્યું છે. ટાઇમ…

VADODARA : વડોદરા (VADODARA) ની મહારાજા સયાજીરાવ યુ્નિવર્સિટી (MSU) માં બીકોમ (B.COM) ના પ્રથમ વર્ષની મીડ સેમીસ્ટર પરીક્ષાનું બોગસ ટાઇમ ટેબલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા તંત્ર સતર્ક બન્યું છે. ટાઇમ ટેબલમાં સાચા જેવો જ દેખાતો યુનિ.નો સિક્કો અને ડીનની સહિ જોવા મળે છે. આ કોઇ સામાન્ય નહિ પરંતુ જાણકારનું કારસ્તાન હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે. હવે યુનિ. તંત્ર દ્વારા આવા તત્વો સામે શું પગલા લેવામાં આવે છે તે જોવું રહ્યું.

કથિત ટાઇમ ટેબલ ફરતું થયું

આપણે ઇન્ટરનેટના જમાનામાં જીવી રહ્યા છીએ. સાચા અને ખોટા વચ્ચે તફાવત સમજવા માટે ઘણું મથવું પડે તેવા દિવસો છે. કોઇ પણ સોફ્ટવેરનો જાણકાર શખ્સ ગેરસમજ ઉભી કરી શકે છે. આવું જ કંઇ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એક્ઝામને લઇને સામે આવ્યું છે. તાજેતરમાં વડોદરાના સોશિયલ મીડિયા સર્કલમાં બીકોમના પ્રથમ વર્ષની મીડ સેમીસ્ટર પરીક્ષાનું કથિત ટાઇમ ટેબલ ફરતું થયું હતું.

મજાક કરવી યોગ્ય નહિ

જે અનુસાર જાહેર રજાના દિવસે પણ યુનિ.માં પરીક્ષા યોજાશે. આ બોગસ ટાઇમ ટેબલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા થતા યુનિ. તંત્ર સુધી પહોંચ્યું હતું. આ મામલે હવે તંત્ર દ્વારા સાયબર સેલમાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. તો બીજી તરફ ડીન જણાવે છે કે, વિદ્યાર્થીઓ જોડે આ રીતે મજાક કરવી યોગ્ય નહિ હોવાનું જણાવ્યું હતું.

યુનિ. જાહેર રજાના દિવસે પરીક્ષા લેતી નથી

ફેકલ્ટી ડિન કેતન ઉપાધ્યાય જણાવે છે કે, દુખદ ધટના છે. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ જોડે આ પ્રકારની મજાન ન કરાય. વિદ્યાર્થીઓ જોડે મજાક કરવી સારૂ નથી. ગઇ કાલે રાત્રે અમારા ધ્યાને આવ્યું કે, બીકોમ પ્રથમ વર્ષની મીડ સેમીસ્ટર એક્ઝામનું શિડ્યુલ ફરી રહ્યું છે. 11, એપ્રિલે ઇદે છે, ત્યારે યુનિ. જાહેર રજાના દિવસે પરીક્ષા લેતી નથી. તેમાં દર્શાવવામાં આવેલા વિષયો પાછલા સેમીસ્ટરના છે. આ સેમેન્ટરના નથી. યુનિ. સત્તાધીશોના માર્ગદર્શનમાં આ વાતને સાયબર સેલમાં કેવી રીતે લઇ જઇ શકાય તે દિશામાં આગળ વધી રહ્યા છે. આ વિષય ઘણો ગંભીર છે. સહિ અને ઓરિજીનલ સિક્કો દેખાય છે. રજીસ્ટ્રારના માર્ગદર્શનમાં સાયબર સેલનો સંપર્ક કરવામાં આવશે.

આ પણ વાંચો —  Solar Eclipse : વર્ષનું પ્રથમ સુર્ય ગ્રહણ મહત્વનું, ગ્રહો નરી આંખે જોઇ શકાશે – જાણો એક્સપર્ટ વ્યૂ

Whatsapp share
facebook twitter