Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : માર્વન્સ મોબાઇલ શોપમાંથી મોંઘાદાટ સ્માર્ટ ફોન અને વોચની ચોરી

03:21 PM Sep 19, 2024 |

VADODARA : વડોદરા (VADODARA) શહેરમાં તસ્કરો એક પછી એક દુકાનોને નિશાન બનાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં બે દુકાનોમાં ચોરીની ઘટના સામે આવી હતી. હવે જુના પાદરા રોડ પર આવેલી મનીષા ચોકડી પાસેના માર્વન્સ મોબાઇલ શોપમાં તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે. મોડી રાત્રે દુકાનમાં ઘૂસેલા બે તસ્કરો સ્માર્ટ ફોન અને સ્માર્ટ વોચ મળીને આશરે રૂ. 32 લાખનો મુદ્દામાલ લઇને ફરાર થયા છે. ઘટનાની જાણ થતા જ ડીસીપી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને આ મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

મોટી કિંમતના મુદ્દામાલનો સફાયો કર્યો

વડોદરા પોલીસના નાઇટ પેટ્રોલીંગના દાવાઓને તસ્કરો અવાર નવાર ખોટા પાડતા હોય છે. આવી જ વધુ એક ઘટના સપાટી પર આવવા પામી છે. શહેરના જુના પાદરા રોડ પર આવેલા માર્વન્સ મોબાઇલ શોપમાં મોડી રાત્રે બે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ મોંઘાદાટ ફોન અને સ્માર્ટ વોચ મળીને મોટી કિંમતના મુદ્દામાલનો સફાયો કર્યો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ અધિકારીઓ દોડતા થઇ ગયા છે.

20 મીનીટમાં ચોરી કરીને જાય છે

DCP અભય સોનીએ જણાવ્યું કે, મનીષા ચોકડી પાસે માર્વન્સ મોબાઇલ શોપ આવેલી છે. તેમાં ગત રાત્રે 1 થી 2 વાગ્યાની વચ્ચે દુકાનમાં ચોરી થયેલી છે. તેમાં આઇફોન, તથા અન્ય સ્માર્ટ ફોન અને સ્માર્ટ વોચ મળી આશરે રૂ. 32 લાખની કિંમતની ચોરી થઇ છે. સીસીટીવીમાં જોતા તસ્કરો જણાય છે. તેઓ દુકાનમાં ફરી ફરીને 20 મીનીટમાં ચોરી કરીને જાય છે. અમે ટેક્નિકલ અને હ્યુમન સર્વેલન્સની મદદથી કામગીરી ચાલુ કરી દીધી છે. જુદી જુદી દિશામાં તપાસ ચાલી રહી છે. જુદા જુદા એંગલથી તપાસ કરી રહ્યા છીએ.

કોઇ પણ ખુણામાં હશે, ત્યાંથી માહિતી મળી જશે

વધુમાં તેમણે જણાવ્યું કે, મુખ્ય માર્ગ પર આવેલી આ દુકાન છે, રાતના મોડા સુધી નાગરિકોની પણ અવર-જવર ચાલુ રહેતી હોય છે. જેથી અમે અહિંયા વધુ સઘન વોચ રાખીશું. આ મોબાઇલના આઇએમઇઆઇ નંબર અમે દિલ્હી મંત્રાલયની વેબસાઇટ પર અપડેટ કરીશું. જેથી તેને જ્યારે પણ શરૂ કરવામાં આવશે તો ફોનનું લોકેશન જાણી શકાશે. દેશના કોઇ પણ ખુણામાં હશે, ત્યાંથી માહિતી મળી જશે. ચોરાયેલા ફોનનો ઉપયોગ કરી શકાશે નહીં. સીસીટીવીના તમામ ડેટા એકત્ર કર્યા છે. છેલ્લા દિવસોમાં કોની નિયમીત મુલાકાત રહી છે, તે સહિતના ડેટા એનાલિસીસ કરવામાં આવશે.

આ પણ વાંચો — VADODARA : “રોજ મરવું તેના કરતા એક દિવસ મરવું સારૂ”, ઉભરાતી ગટરથી પરેશાન નાગરિકનો અંતર્નાદ