+

VADODARA : નશામાં ચુર યુવકે બ્રિજ પરથી કુદવાનો પ્રયાસ કરતા લોકોએ બચાવ્યો

VADODARA : વડોદરા (VADODARA) માં વિશ્વામિત્રી નદીનું જળસ્તર હાલ ભયજનક સપાટી પરથી વહી રહ્યું છે. ગત રાતથી આ સ્થિતી ચાલી રહી છે. તેને જોવા માટે અલ અલગ બ્રિજ પર લોકો…

VADODARA : વડોદરા (VADODARA) માં વિશ્વામિત્રી નદીનું જળસ્તર હાલ ભયજનક સપાટી પરથી વહી રહ્યું છે. ગત રાતથી આ સ્થિતી ચાલી રહી છે. તેને જોવા માટે અલ અલગ બ્રિજ પર લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. તેનો રોકવા માટે સિક્યોરીટી ગાર્ડ મુકવા પડ્યા છે. તેવામાં ગતરાત્રે શહેરના રાત્રી બજાર પાછળ આવેલા મંગલપાંડે બ્રિજ પર એક નશામાં ચુર યુવકે કુદવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે, આ અંગે સ્થાનિકો અને સિક્યોરીટી ગાર્ડનું ધ્યાન જતા તેને અટકાવી લેવામાં આવ્યો હતો. અને બાદમાં પોલીસને સોંપવામાં આવ્યો હતો.

સ્થાનિકો સતર્ક

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું ભયજનક જળસ્તર જોવા માટે લોકો અલગ અલગ બ્રિજ પર ઉમટી રહ્યા છે. આ સિલસિલો ગતરોજથી ચાલી રહ્યો છે. તેવામાં ગતરોજ શહેરના કારેલીબાગમાં આવેલા રાત્રી બજાર પાછળ આવેલા મંગલપાંડે બ્રિજ પર ભેગી થતી લોકોની ભીડ દુર કરવા માટે સિક્યોરીટી ગાર્ડ તથા વન્ય જીવ રેસ્ક્યૂ કરવા માટે રેસ્ક્યૂઅર મુકવામાં આવ્યા હતા. દરમિયાન એક શખ્સ નશાની હાલતમાં આવીને કુદવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે, સ્થાનિકોની સતર્કતાના કારણે તેને બચાવી લેવામાં આવ્યો હતો.

પગ બ્રિજની જાળીમાં નાંખી દીધો

વોલંટીયર રીનલ કદમે જણાવ્યું કે, પાલિકાના સિક્યોરીટી ગાર્ડ મંગલપાંડે બ્રિજ પર તૈનાત હતા. લોકો વિશ્વામિત્રી નદીનું પાણી જોવા માટે આવે છે. તેમને આગળ ના આવવા દેવા માટે ગાર્ડ કામ કરે છે. તેવામાં એક અજાણ્યો વ્યક્તિ નશામાં હતો. તે ચાલતો ચાલતો આવ્યો, અને નશાની હાલતમાં જણાતો હતો. તે બ્રિજ પરથી કુદવાની કોશિષ કરતો હતો. તેણે એક પગ બ્રિજની જાળીમાં નાંખી દીધો હતો, પરંતુ સિક્યોરીટી અને સ્થાનિકોએ મળીને તેને બચાવી લીધો હતો. અને તે યુવક અંગે પોલીસને જાણ કરવામાં આવતા પીસીઆર વાન આવી હતી. જેમાં તેને મોકલી દીધો હતો.

આ પણ વાંચો — VADODARA : જુની અદાવતે જાહેરમાં ધારદાર ચપ્પુ વડે હુમલો

Whatsapp share
facebook twitter