Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : મિત્રની પાર્ટીમાં ગયા બાદથી યુવક લાપતા

05:26 PM Apr 13, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) માં જીમ ટ્રેનર (GYM TRAINER) મિત્રને રૂ. 1 લાખ ઉછીના આપ્યા બાદ મુદ્દત વિતી જતા તેની ઉઘરાણી શરૂ કરવામાં આવી હતી. ઉઘરાણી ચાલતી હતી તેવા ગાળામાં ઉધાર લેનારે મિત્રને બોલાવીની નશામાં ધૂત કરી દીધો હતો. જે બાદ ઓશિકા વડે તેનું મોઢું દબાવીને તેની હત્યા કરી નાંખી હોવાનો ચકચારી ખેલ વડોદરામાં ખેલાયો છે. હત્યા કરીને મૃતદેહને નર્મદા કેનાલમાં ફેેંકી દેવામાં આવી હતી. ગુમ થયાની અરજીની તપાસમાં પોલીસને હત્યાનું પગેરૂ મળ્યું છે. આજે વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા મૃતદેહને શોધવા માટે વિવિધ ટીમો બનાવી કામગીરી હાથ ધરવામાં આવી હતી. બપોર સુધી ટીમને સફળતા મળી ન હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

માત્ર રૂ. 10 હજાર જ પરત મળ્યા

સમગ્ર મામલે પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, જૈમિન વિનોદભાઇ પંચાલે તેના મિત્ર અને વ્યવસાયે જીન ટ્રેનર સતિષ મોતીભાઇ વસાવા (રહે. દ્વારકેશ હેવન, વડોદરા) ને રૂ. 1 લાખ આપ્યા હતા. પૈસા પાછા આપવાનો સમયગાળો પતી જતા જૈમિને તેની ઉઘરાણી શરૂ કરી હતી. ઉઘરાણી કરતા તેમે માત્ર રૂ. 10 હજાર જ પરત મળ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. તેવામાં ગત 31, મી તારીખે સતિષે ફોન કરીને જૈમિનને પોતાના ઘરે પાર્ટી કરવા માટેનું આમંત્રણ આપ્યું હતું. ત્યાર બાદથી જૈમિન ગુમ થયો હતો. પરિજનોને શોધખોળના અંતે કોઇ સગડ ન મળતા પોલીસ સ્ટેશનમાં ગુમ થવા અંગેની જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી હતી.

મોંઢે ઓશીકુ દબાવીને ગુંગળાવ્યો

તપાસમાં જીમ ટ્રેનર મિત્ર સતિષ શંકાના દાયરામાં હતો. પ્રથમ તેની પુુછપરછ કરતા તે ગોળ ગોળ ફેરવતો હતો. જેથી શંકા પ્રબળ બનતી જતી હતી. આખરે પોલીસે પુછપરછમાં કડકાઇ દાખવતા તેણે વટાણા વેરી દીધા હતા. અને જણાવ્યું કે, જૈમિનને નશામાં ધૂત કર્યા બાદ તેના મોંઢે ઓશીકુ દબાવીને ગુંગળાવતા તેનું મૃત્યું થયું હતું. જે બાદ તેના મૃતદેહને તરસાલી ધનિયાવી રોડ પર આવેલી નર્મદા કેનાલમાં લઇ જઇ ફેંકી દીધી હતી.

ફાયર ટીમે કરી શોધખોળ

આ અંગેની જાણ થતા ફાયર વિભાગની ટીમે નર્મદા કેનાલમાં જ્યાં મૃતદેહ ફેંકી દેવામાં આવ્યો હોય ત્યાં નજીકમાં સંભવિત સ્થળોએ તપાસ હાથ ધરી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, બપોર સુધી ફાયરના લાશ્કરોને મૃતદેહ મળવામાં કોઇ સફળતા મળી ન હતી. જો કે ફાયરના લાશ્કરોએ સાંજ સુધી આ શોધખોળ હાથ ધરી હતી.

આ પણ વાંચો — VADODARA : MSU હોસ્ટેલના સેન્ટ્રલ કેન્ટીનમાં મોડી રાત્રે બબાલ