Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : સપ્ટેમ્બરમાં “બરોડા પ્રિમીયર લીગ” રમાશે, IPL ની તક ખુલશે

04:33 PM Apr 21, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરામાં આજે બરોડા ક્રિકેટ એસોસિયેશન (BARODA CRICKET ASSOCIATION) ની એપેક્ષ કમિટીની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બરોડા પ્રિમીયર લીગ (BARODA PREMIER LEAGUE) ટુર્નામેન્ટ રમાડવાની સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટના કારણે ટેલેન્ટેડ ખેલાડીઓ માટે દુનિયામાં જાણી આઇપીએલ (INDIAN PREMIER LEAGUE – IPL) મેચ રમવા માટેની તકના દ્વાર ખુલશે તેવું જાણવા મળ્યું છે. સાથે જ કોટંબી સ્ટેડિયમ (KOTAMBI CRICKET STADIUM) પાસેના 30 મીટરના રોડનું કામ સત્વરે પૂર્ણ કરવા માટે એસોસિયેશન પ્રતત્નશીલ હોવાનું સામે આવ્યું છે.

ટુર્નામેન્ટ અંતર્ગત 24 મેચો રમાડવામાં આવનાર છે

આજની મહત્વની મીટિંગ અંગે BCA ના પ્રેસીડેન્ટ ચિરાયુ અમીન જણાવે છે કે, આજે એપેક્ષ કમિટીની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વડોદરાની પ્રિમીયર લીગ ટુર્નામેન્ટ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અનેક સ્ટેટ એસોસિયેશન દ્વારા આ પ્રકારની ટુર્નામેન્ટ્સનું આયોજન કરવામાં આવતું હોય છે. આમાં બીસીએના પ્લેયર્સને ફાયદો થશે. તે ટેલીવિઝન અને એટીટી પ્લેટફોર્મ પર પ્રસારીત થશે. પ્લેયર્સ માટે આઇપીએલ સહિતની તક ખુલશે. બીસીસીઆઇ (BCCI) ના નિયમો અનુસાર આ ટુર્માનેન્ટ યોજવામાં આવનાર છે. 15 દિવસનું ટુર્મામેન્ટ રહેશે. 1 – 15 સપ્ટેમ્બર સુધી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. 5 ટીમને સ્ટેટ એસોસિયેશન ચલાવશે. પહેલા બે-ત્રણ વર્ષ માટે અમે ચલાવીશું. અમે તેમના માટે સ્પોન્સર્સ પણ શોધીશું. આ ટુર્નામેન્ટ અંતર્ગત 24 મેચો રમાડવામાં આવનાર છે. મેચો કોટંબી સ્ટેડિયમમાં રમાડવામાં આવશે. આ એક સકારાત્મક પહલું સાબિત થશે.

રસ્તો થઇ જાય બાદમાં ઇન્ટરનેશનલ મેચ મળી શકે

વધુમાં તેઓ જણાવે છે કે,  સ્ટેડિયમ તૈયાર થઇ ગયું છે. રણજી ટ્રોફી અને બીસીસીઆઇની ટુર્મામેન્ટ મેચ પણ યોજાઇ ચુકી છે. અહિંયા ખાલી સરકારના નિયમ મુજબ 30 મીટરનો રસ્તો હોવો જોઇએ, તે બાકી છે. ફાઇલ સરકાર પાસે છે. આવનારા બે ત્રણ મહિનામાં આ કામ થઇ જાય તેવો પ્રયાસ છે. આઇપીએલ મળવાનું આપણી પાસે નથી. ફ્રેન્ચાઇઝી પાસે છે. એક વખત મંજૂરી આવે તો પછી ઇન્ટરનેશનલ મેચ મળી શકે છે. રસ્તો થઇ જાય બાદમાં ઇન્ટરનેશનલ મેચ મળી શકે છે. જેવો રસ્તો થશે, ત્યાર બાદ બીસીસીઆઇને જાણ કરવામાં આવશે, ત્યાર બાદ ઇન્સ્પેક્શન સહિતની કામગીરી બીસીસીઆઇના હાથમાં છે. ગ્રાઉન્ડ અને જીમ સહિત ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચર સંપૂર્ણ તૈયાર છે.

આ પણ વાંચો — VADODARA : સરદાર બાગ સ્વિમીંગ પુલ શરૂ, ડે. મેયરે કહ્યું, “7 મીએ આભાર માનજો”