+

VADODARA : દેરાસરનો મુખ્ય દરવાજો તોડી તસ્કરોનો હાથફેરો

VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલા કરજણના દેરાસરમાં તસ્કરોએ મુખ્ય દરવાજેથી પ્રવેશ કરીને મોટો હાથફેરો કર્યો હોવાની ઘટના સપાટી પર આવવા પામી છે. આ ઘટનાની જાણ થતા જ દેરાસરના ટ્રસ્ટીઓ…

VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલા કરજણના દેરાસરમાં તસ્કરોએ મુખ્ય દરવાજેથી પ્રવેશ કરીને મોટો હાથફેરો કર્યો હોવાની ઘટના સપાટી પર આવવા પામી છે. આ ઘટનાની જાણ થતા જ દેરાસરના ટ્રસ્ટીઓ દોડ્યો હતા. અને દેરાસરમાં જઇને ગુમ વસ્તુઓની તપાસ કરી હતી. બાદમાં આ અંગેની કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ મામલે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

વાતની જાણ થતા તમામ ત્રણ ટ્રસ્ટીઓ દેરાસર પહોંચ્યા

કરજણ પોલીસ મથકમાં પરિમલભાઇ ચીનુભાઇ શાહ (રહે. આદિનાથ ડુપ્લેક્ષ, જૈન મંદિર પાસે, માંજલપુર) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ દેથાણ ખાતે આવેલા જયયુગાદિદેવ દિવ્યવસંતધામના ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. તાજેતરમાં દેસારસના મેનેજરે ફોન કરીને જણાવ્યું કે, ગઇ કાલે રાતના સમયે દેરાસરમાં ચોરી થઇ છે. દેરાસરનો મુખ્ય દરવાજો તોડીને ભગવાનની મૂર્તિ પરના ચક્ષુ, ટીકાઓ તથા દાનપેટીમાંથી રોકડ રૂપિયાની ચોરી કરવામાં આવી છે. વાતની જાણ થતા તમામ ત્રણ ટ્રસ્ટીઓ દેરાસર પહોંચ્યા હતા.

કુલ મળીને રૂ. 4.85 લાખનો હાથફેરો થયો

દેરાસરમાં જઇને જોતા મુખ્ય દરવાજાનું તાળું તુટેલું હતું. બાદમાં મંદિરમાં પ્રવેશ કરતા ભગવાનની મૂર્તિ પરના ચક્ષુ અને સોના-ડાયમંડની બોર્ડર ગાયબ હતી. સાથે જ મંદિરની દાનપેટીમાંથી પણ આશરે રૂ. 65 હજારની ચોરી થઇ હોવાનું ધ્યાને આવ્યું હતું. ઉપરોક્ત હાથફેરામાં દેરાસરમાંથી કુલ મળીને રૂ. 4.85 લાખનો હાથફેરો થયો હોવાનો મામલો કરજણ પોલીસ મથક પહોંચ્યો છે. અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

દેરાસરની ચોકીદાર ચોકીદારી પણ કરતો હતો

સુત્રોના જણાવ્યા અનુસાર, ગતરોજ રાત્રે આઠ વાગ્યે દેરાસરના પૂજારીએ આરતી પૂજન કર્યું હતું. બાદમાં તેઓ આરામ કરવા માટે જતા રહ્યા હતા. તે બાદ દેરાસરની ચોકીદાર ચોકીદારી પણ કરતો હતો. જો કે, ઘટનાના બીજા દિવસે સવારે ચોરી અંગેની જાણ થવા પામી હતી.

આ પણ વાંચો — Mehsana : કારને બચાવવા ST બસ ડ્રાઇવરે અચાનક બ્રેક મારી, નીચે પટકાતા મુસાફરનું મોત

Whatsapp share
facebook twitter