+

VADODARA : કમાટીબાગની જોય ટ્રેનને લઇ GOOD NEWS

VADODARA : વડોદરાના કમાટીબાગ (KAMATI BAUG) માં જોય ટ્રેન (JOY TRAIN) ચાલે છે. જે બાળકો અને મોટેરાઓમાં અનોખું આકર્ષણ જમાવે છે. આ જોય ટ્રેનને હરણી લેક દુર્ઘટના બાદ બંધ કરી…

VADODARA : વડોદરાના કમાટીબાગ (KAMATI BAUG) માં જોય ટ્રેન (JOY TRAIN) ચાલે છે. જે બાળકો અને મોટેરાઓમાં અનોખું આકર્ષણ જમાવે છે. આ જોય ટ્રેનને હરણી લેક દુર્ઘટના બાદ બંધ કરી દેવામાં આવી હતી. હાલમાં વેકેશન હોવાથી દુર દુરથી બાળકો અને માતા-પિતા કમાટીબાગની મુલાકાતે આવ્યા હતા. પરંતુ જોય ટ્રેન બંધ હોવાથી તેમણે વિલા મોંઢો પરત ફરવું પડ્યું હતું. જો કે, હવે તમામની આતુરતાનો અંત આવ્યો છે. અને તંત્ર દ્વારા જોય ટ્રેનને શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. આવતી કાલથી સૌ કોઇ જોય ટ્રેનની મજા માણી શકશે.

ટ્રેન બંધ હોવાથી તમામે નિરાશ થવું પડ્યું હતું

તાજેતરમાં વડોદરામાં હરણી લેક દુર્ઘટના બાદ કમાટીબાગની જોય ટ્રેન બંધ કરી દેવામાં આવી હતી. જોય ટ્રેન વડોદરા જ નહિ પરંતુ દુર દુરના લોકો માટે આકર્ષણ છે. ખાસ કરીને વેકેશનમાં મોટી સંખ્યામાં લોકો જોય ટ્રેન રાઇડની મજા માણે છે. પરંતુ લાંબા સમયથી જોય ટ્રેન બંધ હોવાથી તમામે નિરાશ થવું પડ્યું હતું. અને સંચાલકોને આર્થિક ફટકો પડી રહ્યો હતો. તેવામાં વેકેશનની સ્થિતીને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા જોય ટ્રેન શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. આજે તેની સાફસફાઇ સાથે ટ્રાયલ રન લેવાઇ ચુક્યો છે. આવતી કાલથી જોય ટ્રેન સેવા શરૂ થશે.

જોય ટ્રેનનું રૂટીન ચેકીંગ અને ટ્રાયલ રન લઇ લેવાયા

સમગ્ર મામલે જોય ટ્રેનના મેનેજર હિમાંશુભાઇ સોની જણાવે છે કે, હરણી બોટ દુર્ધટના બન્યા બાદ જોય ટ્રેન બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યાર પછી આજથી જોય ટ્રેન ચાલુ કરવાની મંજૂરી મળી ગઇ છે. આજે જોય ટ્રેનનું રૂટીન ચેકીંગ અને ટ્રાયલ રન લઇ લીધું છે. આવતી કાલે સવારથી જોય ટ્રેન શરૂ કરી દેવામાં આવશે. પાલિકા દ્વારા જે દસ્તાવેજ માંગવામાં આવ્યા હતા, તે જમા કરાવી દેવામાં આવ્યા છે.

ગુરૂવારે મેઇન્ટેનન્સ માટે ટ્રેન સર્વિસ બંધ

વધુમાં તેઓ જણાવે છે કે, તંત્ર દ્વારા સુરક્ષાના કારણોસર સુચનો આપવામાં આવ્યા છે, જેમાં ટ્રેનની સ્પીડ લીમીટ, ટ્રેક પર સુચનો મુકવા, જેનું પાલન કરી દેવામાં આવ્યું છે. જોય ટ્રેન સવારે 8 – 8 સુધી ચાલુ રાખવામાં આવે છે. અને ગુરૂવારે મેઇન્ટેનન્સ માટે ટ્રેન સર્વિસ બંધ કરી દેવામાં આવે છે.

આ પણ વાંચો —VADODARA : ઉમેદવારોના ચૂંટણી ખર્ચ પર દેખરેખને લઇ યોજાઇ મહત્વની બેઠક

Whatsapp share
facebook twitter