Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : શહેરમાં મહાકાય મગરનો ખોફનાક Video, ડુક્કરને દબોચી કર્યું એવું કે..!

09:34 PM Jul 25, 2024 | Vipul Sen

વડોદરામાં (VADODARA) છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ ખાબક્યો છે, જેના કારણે શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વિશ્વામિત્રી નદીની સપાટી પણ વધીને 29 ફૂટ થઈ ગઈ છે, જે ભયજનક સપાટીથી 2 ફૂટ ઉપર છે. વિશ્વામિત્રીમાં પાણી વધતા જ મગરનો (Crocodiles) ભય પણ વધી ગયો છે. જલારામનગર (Jalaramnagar) ઝૂંપડપટ્ટી વિસ્તારમાં મગરે ડુક્કરનો શિકાર કર્યો હોવાનો LIVE વીડિયો સામે આવ્યો છે. જણાવી દઈએ કે ગઈકાલે પણ શહેરના ફતેગંજ સર્કલ વિસ્તારમાં આવેલી હોસ્પિટલ નજીક મગરનું બચ્ચું દેખાયું હતું.

વડોદરામાં (VADODARA) એક તરફ જ્યાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. ત્યારે બીજી તરફ જિલ્લામાં મગર આવવાની ઘટનાઓ પણ સતત બની રહી છે. વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક સ્તરે પહોંચતા મગરનો ભય પણ વધ્યો છે. જણાવી દઈએ કે, વડોદરાનાં જલારામનગર ઝૂંપડપટ્ટી (Jalaramnagar) વિસ્તારમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં મગરે ડુક્કરનો શિકાર કરતા નજરે પડે છે. આ વીડિયોમાં મગર ડુક્કરને દબોચી પાણીમાં પછાડતો દેખાય છે. આ વીડિયો (Viral Video) સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે. જણાવી દઈએ કે, અનરાધાર વરસાદ થતાં જલારામનગરમાં 100 ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

એક સપ્તાહમાં મગરના શિકારનો આ બીજો વીડિયો

ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક સપ્તાહમાં મગરના શિકારનો આ બીજો વીડિયો (Crocodiles Video) સામે આવ્યો છે. ગઈકાલે શહેરનાં ફતેગંજ સર્કલ વિસ્તારમાં આવેલી હોસ્પિટલ નજીક મગરનું બચ્ચુ દેખાયું હતું, જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કે, આ અંગે એનિમલ રેસ્ક્યૂ ટીમને જાણ કરતા ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને મગરના બચ્ચાનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

 

આ પણ વાંચો – VADODARA : જળબંબાકારની સ્થિતિ! આવતી કાલે પણ સ્કૂલો બંધ, કાલાઘોડા બ્રિજ પર અવરજવર પર રોક!

આ પણ વાંચો – VADODARA : મોડી રાત્રે મગરની રસ્તા પર એન્ટ્રી, નદીનું જળસ્તર નિહાળવા લોકો પહોંચ્યા

આ પણ વાંચો – VADODARA : વિશ્વામિત્રી નદીના પ્રવાહમાં અવરોધ ઉભો થયાનો આરોપ !