+

VADODARA : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો ભવ્ય રોડ-શો યોજાશે

VADODARA : વડોદરા (VADODARA) માં ભાજપના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશીના (BJP LOKSABHA CANDIDATE DR. HEMANG JOSHI) સમર્થનમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ (HOME MINISTER OF INDIA, AMIT SHAH) ભવ્ય રોડ-શો…

VADODARA : વડોદરા (VADODARA) માં ભાજપના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશીના (BJP LOKSABHA CANDIDATE DR. HEMANG JOSHI) સમર્થનમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ (HOME MINISTER OF INDIA, AMIT SHAH) ભવ્ય રોડ-શો (ROAD SHOW) યોજવા જઇ રહ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, 27, એપ્રિલના રોજ શનિવારે સાંજે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. રોડ શોને સફળ બનાવવા માટે ભાજપનું સ્થાનિક સંગઠન કામે લાગ્યું હોવાનું સુત્રો ઉમેરી રહ્યા છે.

રાજકીય માહોલ જામશે

વડોદરામાં લોકસભાની સામાન્ય ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાઇ રહી છે. તે નિમિત્તે બંને પક્ષના ઉમેદવારો જોરશોરમાં પ્રચાર કરી રહ્યા છે. તેવામાં ભાજપના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશીના પ્રચાર માટે ખુદ ગૃહમંત્રી અમિત શાહ વડોદરામાં આવી રહ્યા છે. તેઓ ભવ્ય રોડશો યોજનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. જેને લઇને વડોદરામાં રાજકીય માહોલ જામશે તેવું જાણકારો કહી રહ્યા છે. વડોદરામાં કોઇ મોટા નેતા દ્વારા ચૂંટણી પ્રચાર અર્થે આવવાના હોવાની આ પ્રથમ ઘટના માનવામાં આવી રહી છે. આવનાર સમયમાં વધુ મોટા નેતાઓ સભાઓ-રેલી-રોડ શો કરી શકે તેમ છે.

સેલ્ફી લિંક લાઇવ કરવામાં આવી

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના રોડ શો અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, 27 એપ્રિલ, શનિવારના રોજ તેઓ વડોદરાના મહેમાન બનશે. રણમુક્તેશ્વરથી લઇને માર્કેટ ચાર રસ્તા સુધી તેમનો રોડ શો ચાલશે. આ રોડ શો માં વધુ લોકો જોડાય તે ઉદ્દેશ્યથી સેલ્ફી લિંક લાઇવ કરવામાં આવી છે. જેના પર જઇને રોડ શો અંગેની ઇમેજ બનાવી શકાય છે.

ચૂંટણી પ્રચાર વધુ વેગવંતો બનશે

અત્રે નોંધનીય છે કે, વડોદરામાં બંને બેઠકો પર ચૂંટણીમાં ભાજપ તરફે પ્રચંડ માહોલ જોવા મળી રહ્યો છે. બંને પક્ષના ઉમેદવારો દ્વારા ફેરણીઓ કરવામાં આવી રહી છે. ભાજપના ઉમેદવાર સામે કોંગ્રેસના ઉમેદવારનો ચૂંટણી પ્રચાર હજી જામી નથી રહ્યો તેવી લોકચર્ચાઓ વહેતી થઇ છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના રોડ શો બાદ સ્થાનિક ઉમેદવારનો ચૂંટણી પ્રચાર વધુ વેગવંતો થાય તેવુ સુત્રો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો — VADODARA : રોડ સાઇડ ફોન પર વાત કરતો બાઇક ચાલક કારની ટક્કરે ફંગોળાયો

Whatsapp share
facebook twitter