+

VADODARA : ઐતિહાસિક ન્યાય મંદિરના ઝરૂખા-દિવાલો પર તિરાડ, તંત્રનું ધ્યાન ક્યારે જશે !

VADODARA : વડોદરા (VADODARA) ને કલ્ચર અને હેરીટેજ સિટી તરીકે વિકસાવવા માટે રાવપુરાના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ ખુબ મહેનત કરી રહ્યા છે. પરંતુ હકીકતે આપણે ઐતિહાસીક વારસાની…

VADODARA : વડોદરા (VADODARA) ને કલ્ચર અને હેરીટેજ સિટી તરીકે વિકસાવવા માટે રાવપુરાના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ ખુબ મહેનત કરી રહ્યા છે. પરંતુ હકીકતે આપણે ઐતિહાસીક વારસાની જાણવણી કરી શક્યા નથી તે પણ આજના સમયની હકીકત છે. શહેરની ઐતિહાસીક ઇમારતો પૈકી એક એવી ન્યાય મંદિરના કલાત્મક ઝરૂખા પર મોટી તિરાડ જોવા મળી રહી છે, સાથે જ છજ્જાના ભાગમાં પણ તિરાડ જોવા મળી રહી છે. શહેરના ઐતિહાસીક વારસાને આગળ લઇ જવાની સાથે તેની યોગ્ય જાળવણી પણ થવી જોઇએ. હવે આ અંગે તંત્રનું ધ્યાન ક્યારે જશે તે જોવું રહ્યું.

વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ તનતોડ મહેનત કરી રહ્યા છે

વડોદરાને રાજ્યનું સાંસ્કૃતિક પાટનગર કહેવામાં આવે છે. અને તેની આ ઓળખ વધુ મજબુત બને તે માટે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ તનતોડ મહેનત કરી રહ્યા છે. વડોદરાના સર્વાંગી વિકાસ માટે તેમના પ્રયત્નો સૌ કોઇ જોઇ રહ્યા છે. આ વચ્ચે એક દુખદ ઘટના સામે આવવા પામી છે. જેણે કલાપ્રેમીઓને ભારે નિરાશ કર્યા છે.

એસી કોન્ફરન્સ હોલમાં એક્સપર્ટ જોડે ચર્ચા વિચારણા

વડોદરાની ઐતિહાસીક ઇમારતો પૈકીનું એક એવું ન્યાય મંદિર બિલ્ડીંગ શહેરના સુરસારગની સામે પાર આવેલું છે. આ ઇમારતમાં પહેલા કોર્ટ કાર્યરત હતી. હવે આ ઇમારત બંધ હાલતમાં છે. તેની ઇમારતની જાળવણીમાં તંત્ર ભારે ઉણું ઉતર્યું છે. ન્યાય મંદિરના કલાત્મક ઝરૂખા અને તેની દિવાલો પર મોટી મોટી તિરાડો હાલ જોવા મળી રહી છે. એક તરફ આપણે વડોદરાના ઐતિહાસીક વારસાને આગળ લઇ જવા માટે એસી કોન્ફરન્સ હોલમાં એક્સપર્ટ જોડે ચર્ચા વિચારણા કરી રહ્યા છીએ. અને બીજી તરફ ઐતિહાસીક વારસા ગણાતા માળખામાં તિરાડો પડી રહી છે. હવે આ મામલે તંત્રનું ધ્યાન ક્યારે જાય છે, અને તેના પર શું કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તેના પર સૌ કોઇની નજર રહેશે. લોકોનું માનવું છે કે, એસી કોન્ફરન્સ હોલમાં થતી ચર્ચા વિચારણા હકીકતમાં પરિણમવી જોઇએ. નહી તો ઐતિહાસીક વારસાની દુર્દશા જોવી પડશે.

આ પણ વાંચો — VADODARA : દેરાસરનો મુખ્ય દરવાજો તોડી તસ્કરોનો હાથફેરો

Whatsapp share
facebook twitter