+

Vadodara Harni Lake Accident: વડોદરાની દુર્ઘટના મામલે વકીલોનો શું છે મત?

વડોદરા શહેરના હરણી તળાવમાં કાલે ભયાવહ દુર્ઘટના સર્જાઇ હતી. હચમચાવી મૂકે તેવી આ ઘટનામાં 14 માસૂમ જિંદગીનો ભોગ લેવાયો હતો. આ ચોંકાવનારી ઘટના સામે આવ્યા બાદ ઘટનાના ભોગ બનેલા પરિવારોમાં…

વડોદરા શહેરના હરણી તળાવમાં કાલે ભયાવહ દુર્ઘટના સર્જાઇ હતી. હચમચાવી મૂકે તેવી આ ઘટનામાં 14 માસૂમ જિંદગીનો ભોગ લેવાયો હતો. આ ચોંકાવનારી ઘટના સામે આવ્યા બાદ ઘટનાના ભોગ બનેલા પરિવારોમાં ભારે આક્રંદ પણ જોવા મળી રહ્યો છે. આ ભયાવાહ ઘટનાએ સમગ્ર ગુજરાતને હિબકે ચડાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, બનાવની કરુણતાને પગલે CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયા હતા. જ્યા કડક કાર્યવાહીના નિર્દેશ કર્યા હતાં. જેના ભાગરૂપે અત્યારે 18 આરોપીઓ સામે IPCની કલમ 304, 308 અને 337,338 અને 114 હેઠળ ગુનો દાખલ કરાયો છે.

Whatsapp share
facebook twitter