- જીપીસીબીના અધિકારીઓને બોલાવી ન્યાયની માંગ કરી
- ગામ લોકોએ આંદોલન કરવાની પણ ચીમકી આપી છે
- કંપની વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ
Vadodara Greenply Company : વધુ એક કંપનીનો ગુજરાતના લોકોએ વિરોધ કર્યો છે. વડોદરામાં આવેલી એક કંપનીનો ગ્રામજનોએ જોરશોરથી વિરોધ કર્યો છે. કારણ કે… આ કંપની દૂષિત પાણી જાહેર રસ્તાઓ અને સ્થાનિક નદીમાં ઠાલવતી હતી. તે ઉપરાંત કંપનીનું દૂષિત પાણી ગામની સીમમાં પણ ઠાલવવામાં આવતું. તેથી આ અંગે કંપનીનો વિરોધ કરતા ગામલોકો જીપીસીબીના દરવાજે પહોંચ્યા હતાં.
જીપીસીબીના અધિકારીઓને બોલાવી ન્યાયની માંગ કરી
તો વડોદરાના સાવલી તાલુકામાં આવેલા હાલોલ ગામના રોડ પર Greenply Company આવેલી છે. તો ગ્રીન પ્લાય નામની કંપની દૂષિત પાણી છોડતા હોવાનો ગામ લોકોએ આક્ષેપ કર્યો છે. તે ઉપરાંત કંપનીનું દૂષિત પાણી ગામની સીમના વિસ્તારમાં છોડવામાં આવ્યું હતું. બીજી તરફ કંપનીનું દૂષિત પાણી પીવાથી ભાડોલ ગામના અનેક પશુઓના મોત પણ થયા છે.
આ પણ વાંચો: Ahmedabad ને 146 કરોડના ખર્ચે નવી પોલીસ કમિશનર કચેરીની મળી ભેટ
ગામ લોકોએ આંદોલન કરવાની પણ ચીમકી આપી છે
ત્યારે ગામ લોકોએ જીપીસીબીના અધિકારીઓને બોલાવી ન્યાયની માંગ કરી છે. તો જીપીસીબીના અધિકારીઓ કંપની પર આવી વેસ્ટ કેમિકલના સેમ્પલ લઈ પૃથક્કરણ માટે મોકલી આપ્યા હતાં. આ કંપની દ્વારા જાહેર માર્ગ પર લાકડાનો વેસ્ટ પણ ઠાલવવામાં આવી રહ્યો છે. જીપીસીબી દ્વારા કંપની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં, આવે તો ગામ લોકોએ આંદોલન કરવાની પણ ચીમકી આપી છે.
કંપની વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ
તે ઉપરાંત Greenply Company દ્વારા ગેરકાયદેસર રીતે જાહેર માર્ગ પર ટ્રક પાર્કિંગ કરાતા અસંખ્ય અકસ્માતો થયા છે. કંપની દ્વારા ગ્રામ પંચાયતની જગ્યામાં પણ ગેરકાયદેસર દબાણ કરાયાનો ગ્રામજનો એ આક્ષેપ કર્યા છે. ખેડૂતોના ખેતરમાં જતી પાણીની કેનાલ પણ કંપની દ્વારા બંધ કરી દેવામાં આવી. ત્યારે જો દબાણ નહીં હટાવાય તો ગ્રામજનો દ્વારા કંપની વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરશે તેવો આક્ષેપ કરાયો છે.
આ પણ વાંચો: તેલના ડબ્બા ચોરીને અંજામ આપતો માસ્ટરમાઈન્ડ 3 વર્ષ બાદ સુરત પોલીસે ઝડપ્યો