Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : ધારાસભ્યની હાજરીમાં દબાણોનો સફાયો

06:52 PM May 25, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરાના સયાજીગંજ વિધાનસભા (VADODARA SAYAJIGUNJ MLA) વિસ્તારમાં આવતા ગોરવા વિસ્તારમાંથી રોડ સાઇડના દબાણો દુર કરવામાં આવી રહ્યા છે. પાલિકા, પોલીસની ટીમ દ્વારા સંયુક્ત રીતે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ગોરવા વિસ્તારમાં લારી ધાકરો દ્વારા ન્યુસન્સ (દુષણ) ઉભુ કરવામાં આવતું હોવાની ઘટનાઓ છેલ્લા ત્રણ દિવસથી સતત સામે આવતા સ્થાનિકો દ્વારા ધારાસભ્ય કેયુર રોકડિયાનો સંપર્ક કર્યો હતો. બાદમાં તેઓ એક્શનમાં આવ્યા હતા. અને હાલ દબાણોનો સફાયો કરવામાં આવી રહ્યો હતો.

પોલીસ અને પાલિકાની ટીમ આવી પહોંચી

વડોદરામાં સ્થાનિકો દ્વારા ધારાસભ્ય કેયુર રોકડિયાને (BJP MLA KEYUR ROKADIYA) રજૂઆત કરવામાં આવતા તેઓ એક્શનમાં આવ્યા છે. આજે સાંજે ગોરવા આઇટીઆઇથી લઇને બે કિમી સુધીના વિસ્તારના દબાણો દુર કરવાની કામગીરી માટે પોલીસ અને પાલિકાની ટીમ આવી પહોંચી છે. સાથે જ ધારાસભ્ય કેયુર રોકડિયા પણ ઉપસ્થિત રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી લારી ધારકો દ્વારા ન્યુસન્સ ફેલાવવામાં આવતુ હોવાની ફરિયાદો ઉઠતા આજે ધારાસભ્ય ખુદ મેદાને આવ્યા છે.

ન્યુસન્સ કર્યું તેમની સામે એક્શન લેવા પડે

સયાજીગંજ વિસ્તારના ધારાસભ્ય કેયુર રોકડિયા જણાવે છે કે, પરમ દિવસે એક લારી ધારકના છોકરાએ અન્ય લારી ધારકોને ત્રણ-ચાર લોકોને ચપ્પુ મારી દીધા હતા. ગઇ કાલે એક લારી ધારકે અન્યના માથા ફોડ્યા છે. ત્યારે આ પ્રકારનું ન્યુસન્સ (દુષણ) ફેલાઇ રહ્યું હોય રાધાક્રિષ્ણ સોસાયટી અને સિદ્ધાર્થ કોમ્પલેક્ષના રહીશોએ મારી પાસે આવીને આક્રોષ વ્યક્ત કર્યો હતો. જે બાદ મ્યુનિસિપલ કમિશનર, મેયર અને સ્થાનિક પોલીસ સાથે વાત કરીને આજે સંયુક્ત રીતે ન્યુસન્સ ફેલાવતા લારી ધારકોને હટાવવામાં આવી રહ્યા છે. લારી ધારકો ઉભા રહે તેનો કોઇ વાંધો નથી. પરંતુ શિસ્ત જળવાવવી જોઇએ. આ વિસ્તારમાં ન્યુસન્સ ઉભુ ન થાય તે જોવાની જવાબદારી તંત્રની છે. જે લારી ધારકોએ ન્યુસન્સ કર્યું તેમની સામે એક્શન લેવા પડે.

આ પણ વાંચો — VADODARA : મોબાઇલમાં વિડીયો જોઇ જતા વાત હત્યા સુધી પહોંચી