Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : પૂરથી રક્ષણ મામલે સરકાર નિયુક્ત હાઇ લેવલ કમિટીની મીટિંગ યોજાઇ

04:59 PM Sep 18, 2024 |

VADODARA : વડોદરા (VADODARA) ઐતિહાસિક માનવસર્જિત પૂરની પરિસ્થિતીમાંથી બહાર આવી રહ્યું છે. ત્યારે શહેરમાં ફરી પૂરની પરિસ્થિતીનું સર્જન ના થાય તે માટે સરકાર દ્વારા હાઇ લેવલ કમિટીની રચના કરવામાંં આવી છે. તાજેતરમાં કેન્દ્ર સરકારની એક ટીમ પણ વડોદરાની મુલાકાત લઇ ચુકી છે. ત્યારે આજે પાલિકામાં સરકાર નિયુક્ત હાઇ લેવલ કમિટીની પ્રથમ બેઠક યોજાઇ હતી. જેમાં કમિટીના અધ્યક્ષ તથા મેમ્બર્સ હાજર રહ્યા હતા. અને વિવિધ મુદ્દે ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી.

આવનાર સમયમાં વધુ બેઠકો મળી શકે છે

વડોદરામાં આવેલા ઐતિહાસીક પૂરનું પુનરાવર્તન ના થાય તે માટે સરકાર કટિબદ્ધ છે. જેથી પૂરની સ્થિતી બાદની સમીક્ષા કરવા માટે હાઇ લેવલ કમિટીની રચના કરવામાં આવી છે. વડોદરાવાસીઓ આ પૂરની સમસ્યામાંથી કાયમી છુટકારો ઇચ્છી રહ્યા છે. તેને સાકાર કરવા માટે પ્રથમ ડગ આજે મંડાયું હોય તેમ લાગી રહ્યું છે. આજે હાઇ લેવલ કમિટીના અધ્યક્ષની હાજરીમાં એક મહત્વની બેઠક મળી હતી. જેમાં વિશ્વામિત્રી નદીનું પુર અટકાવવાના વિષય પર વિચારોની આપ-લે કરવામાં આવી છે. આવનાર સમયમાં વધુ બેઠકો મળી શકે છે, તેવું સુત્રોએ જણાવ્યું છે.

તમામના વિચારો ધ્યાને મુકવામાં આવ્યા

વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું કે, વિશ્વામિત્રી નદીમાં જે પૂર આવ્યું તેના નિરાકરણ માટે રાજ્ય સરકાર દ્વારા, આ પરિસ્થિતી સામે કાયમી પગલાં ભરવા તથા પૂર કઇ રીતે નિવારી શકાય તે માટે હાઇ લેવલની કમિટીની નિમણુંક કરી છે. તેના અધ્યક્ષ બી. એન. નવલાવાલા છે, તેઓ સરકારના પૂર્વ સચિવ છે. તેમના અધ્યક્ષ સ્થાને આજે મહત્વની મીટિંગ યોજવામાં આવી છે. જેમાં કમિટીના મેમ્બર્સ હાજર રહ્યા છે. તમામ સાથે વાટાઘાટો થઇ હતી. એ મીટિંગમાં અત્યાર સુધીના પ્લાન રજુ કરવામાં આવ્યા હતા. અને અન્ય ટેક્નિકલ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ હજી પ્રાથમિક તબક્કાની ચર્ચા છે. અત્યાર સુધીના જે તમામના વિચારો છે, જે તેમના ધ્યાને મુકવામાં આવ્યા છે.

આ પણ વાંચો — VADODARA : પૂરગ્રસ્ત 3555 વેપારીઓને રૂ. 5.25 કરોડની સહાય ચૂકવાઇ