Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : પૂર પીડિતોનો મોરચો પગપાળા પાલિકાની કચેરીએ પહોંચ્યો

06:46 PM Sep 05, 2024 |

VADODARA : વડોદરા (VADODARA) ના માંજલપુરની સનસીટી સોસાયટીમાં પૂરના પાણી એક સપ્તાહ સુધી ઓસર્યા ન્હતા. જેને કારણે લોકોને ખૂબ મોટું નુકસાન થયું છે. તંત્રથી આક્રોષિત લોકો લોકોનો મોરચો કિર્તીસ્તંભથી પગપાળા બેનરો, સૂત્રોચ્ચાર સાથે પાલિકા કચેરીએ પહોંચ્યા છે. ત્યારે લોકોનો રોષ પારખી જઇને પાલિકાના સુરક્ષા કર્મીઓ દ્વારા ગેટ બંધ કરી દીધો હતો. દરમિયાન પાલિકા કમિશનરની ગાડી આવતા લોકોએ ઘેરાવો કર્યો હતો. બાદમાં લોકોએ મ્યુનિસિપલ કમિશનર જોડે મુલાકાત કરીને તેમની વ્યથા વર્ણવી હતી.

પૂરપ્રકોપમાં કરોડોનું નુકસાન થયું હોવાનું અનુમાન

વડોદરા શહેરમાં ગત તા.26 થી 29 ઓગસ્ટ દરમિયાન ઐતિહાસીક પુરની પરિસ્થિતિ ઉદ્ભવી હતી. જેમાં શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. શહેરમાં એવા પણ અનેક વિસ્તારો હતા જ્યાં અગાઉ ક્યારેય પૂરના પાણી ન્હોતા પ્રવેશ્યા, પરંતુ આ વર્ષે આવેલા પૂરમાં એવા અનેક વિસ્તારોમાં પ્રથમવાર પૂરના પાણી ભરાયા હતા. શહેરભરમાં વરસાદી પાણીના નિકાલ કરતી ભૂખી કાંસ, મત્સ્યા કાંસ, રૂપારેલ કાંસ તથા હાઇવેના સમાંતર બહાર કોતરો સુધી જતી કાંસો પરના દબાણો અને વિશ્વામિત્રી નદીના દબાણોને કારણે શહેરમા પૂરપ્રકોપ આવ્યું જેમાં કરોડોનું નુકસાન થયું હોવાનું અનુમાન છે.

પાલિકાના સુરક્ષા કર્મીઓ દ્વારા ગેટ બંધ કરી દીધો

લોકોને ઐતિહાસીક પૂરમાંથી ફરીથી બેઠા થતાં લોકોને વર્ષો વિતી જાય તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. ત્યારે, શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી સનસીટી સોસાયટીમાં પૂરના પાણી એક સપ્તાહ સુધી ઓસર્યા ન હતા. જેને કારણે લોકોને ખૂબ મોટું નુકસાન થયું છે. આ સોસાયટીના પૂર પીડિતોનો મોરચો કિર્તીસ્તંભથી પગપાળા બેનરો, સૂત્રોચ્ચાર સાથે પાલિકા કચેરીએ પહોંચતા પાલિકાના સુરક્ષા કર્મીઓ દ્વારા ગેટ બંધ કરી દીધો હતો.

પૂરપિડીતોએ કમિશનર નો ઘેરાવો કર્યો

જેને પગલે એકતબક્કે પલિકા કચેરીના ગેટ બહાર લોકોએ હોબાળો મચાવ્યો હતો. રોડપર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. તેવામાં મ્યુનિ. કમિશનર દિલીપ રાણાની ગાડી આવતા પૂરપિડીતોએ કમિશનર નો ઘેરાવો કર્યો હતો. બાદમાં કમિશનર દિલીપ રાણાએ પાંચ આગેવાનોને પોતાની ઓફિસમાં બોલાવી રજૂઆત સાંભળવા જણાવ્યું હતું. અને સ્થાનિકોની વાત સાંભળી હતી. ત્યાર બાદ ત્યાં મશીનો કામે લગાડી દીધાં છે અને વહેલી તકે કામગીરી પૂર્ણ થાય તેવી બાંહેધરી આપી હતી. જેને લઇને લોકોનો રોષ શાંત થયો હતો.

આ પણ વાંચો — VADODARA : વિશ્વામિત્રી કાંઠાની જમીનનું ધોવાણ થતા મકાનોની સ્થિતી ભયજનક