+

VADODARA : હોર્ન મારવાને લઇ ટકોર કરતા બોલાચાલી બાદ મારામારી

VADODARA : વડોદરા તાલુકા પોલીસ મથક (VADODARA TALUKA POLICE STATION) ની હદમાં હોર્ન મારવા જેવી બાબતે ટકોર કરતા બોલાચાલી થઇ હતી. અને બોલાચાલી અંતમાં મારામારીમાં પરિણમી હતી. સમગ્ર ઘટનામાં પરિવારના…

VADODARA : વડોદરા તાલુકા પોલીસ મથક (VADODARA TALUKA POLICE STATION) ની હદમાં હોર્ન મારવા જેવી બાબતે ટકોર કરતા બોલાચાલી થઇ હતી. અને બોલાચાલી અંતમાં મારામારીમાં પરિણમી હતી. સમગ્ર ઘટનામાં પરિવારના શખ્સોને ચાર શખ્સોએ માર માર્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. આ ઘટનામાં છોડાવવા માટે વચ્ચે કૌટુંબિક કાકી પડતા તેમના કપાળે લોખંડનો સળિયો મારી દેવામાં આવ્યો છે. તેઓ ઇજાગ્રસ્ત થતા તેમને ગોત્રી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

જીતસિંહ તેની એક્ટીવામાં ઓઇલ બદલે છે

વડોદરા તાલુકા પોલીસ મથકમાં કૃણાલભાઇ કાંતિભાઇ રાણા (ઉં. 22) (રહે. ભાયલી મસ્જિદ, વડોદરા) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ શાળામાં પટાવાળા તરીકે નોકરી કરે છે. ગતરોજ સાંજે તેઓ તેમના ઘરથી થોડેક દુર મિત્ર જીતસિંહ પરમારના ધર આગળ એક્ટીવા લઇને ઉભા રહે છે. અને રસ્તાની સામેની બાજુ જીતસિંહ તેની એક્ટીવામાં ઓઇલ બદલે છે. દરમિયાન તેમના મસ્જિદ ફળિયામાં રહેતા અલબક્ષ મુનાવર મલેક તેનું ટુવ્હીલર લઇને હોર્ન મારીને પગ પાસેથી પસાર થાય છે. જે બાદ તે પાછળ જુએ છે.

હું ગમે તેમ ચલાવું કહી ગાળાગાળી

તેવામાં કૃણાલભાઇ કહે છે કે, શું છે, ગાડી જોઇને ચલાવ. આ બાદ અલબક્ષ પાછો આવે છે અને કહે છે કે, મારી મરજી રસ્તો છે, હું ગમે તેમ ચલાવું. કહ્યા બાદ તેણે ગાળો બોલીને ઝગડો કરવાનું શરૂ કરી દીધું હતું. જે બાદ કૃણાલ પોતાના પિતાને ફોન કરતા ઘરના સભ્યો ઘટના સ્થળે આવી જાય છે. સાથે ત મુનાવર મલેક, સબ્બીર મલેક અને હૈદર ગરાસીયા પણ ત્યાં આવી જાય છે. મુનવરે કૃણાલનું ગળું પકડી ઝાપટો મારી દે છે. તો શબ્બીર મલેક તેના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપે છે.

લોકો એકત્ર થઇ જતા તમામને મહામહેનતે છોડાવે છે

હૈદર ગરાસીયા મોટાભાઇ અજય રાણાને પકડી લે છે. અને અલબક્ષ અને હૈદર તેને મારવા લાગે છે. કૌટુંબિક કાકી ભારતીબેન વચ્ચે છોડાવવા પડે છે તો તેમને મુનાવર મલેક લોખંડનો સળિયો કપાળે મારી દે છે. આ ઘટના સમયે આસપાસના લોકો એકત્ર થઇ જતા તમામને મહામહેનતે છોડાવે છે. આ ઘટનામાં ભારતીબેનને વધુ વાગતા તેમને 108 મારફતે ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવે છે.

કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ

આખરે ઉપરોક્ત મામલે અલબક્ષ મુનાવર મલેક, મુનાવર મલેક. શબ્બીર મલેક અને હૈદર ગરાસીયા (તમામ રહે. ભાયલી) સામે વડોદરા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે તમામ સામે કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો — VADODARA : જિલ્લામાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગવાનો સિલસિલો જારી

Whatsapp share
facebook twitter