+

VADODARA : 10 હજાર વિદ્યાર્થીઓની માનવ સાંકળ મતદાન જાગૃતિનો સંદેશ આપશે

  VADODARA : વડોદરા લોકસભા (LOKSABHA 2024) બેઠકની સામાન્ય ચૂંટણી આગામી તા.૭ મે,૨૦૨૪ના રોજ યોજાનાર છે.વડોદરા લોકસભા અને વાઘોડીયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી…

 

VADODARA : વડોદરા લોકસભા (LOKSABHA 2024) બેઠકની સામાન્ય ચૂંટણી આગામી તા.૭ મે,૨૦૨૪ના રોજ યોજાનાર છે.વડોદરા લોકસભા અને વાઘોડીયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહના માર્ગદર્શન હેઠળ SVEEP અને TIP અંતર્ગત વડોદરા શહેર જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે આવતીકાલ તા.૧૨.૦૪.૨૦૨૪ ના રોજ વડોદરા શહેર જિલ્લાની દસ વિધાનસભા મતવિભાગની વિવિધ ૧૪ જેટલી શાળાના અંદાજે ૧૦ હજાર જેટલા વિદ્યાર્થીઓ માનવ સાંકળ (HUMAN CHAIN) રચી મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવશે.

મતદાન જાગૃતિનો અનોખો સંદેશો ફેલાવશે

તદનુસાર તા.૧૨.૦૪.૨૦૨૪ના રોજ સવારે ૭.૩૦ કલાકે,એમ.કે.શાહ હાઈસ્કુલ, ડેસરમાં ८००,સાવલી હાઈસ્કુલમાં ૭૦૦, એન.જી.શાહ સાર્વ.હાઈસ્કૂલ વાઘોડિયામાં ૫૦૦, દયારામ હાઈસ્કુલ, ડભોઇમાં ૫૦૦,સવારે ૧૦.૪૫ કલાકે બ્રાઈટ ડે સ્કુલ કારેલી બાગમાં ८००,સવારે ૭.૪૫ કલાકે બરોડા હાઈસ્કુલ, અલકાપુરીમાં ૭૦૦,સવારે ૯ કલાકે તેજસ વિદ્યાલય, સુભાનપુરામાં ૧૦૦૦,સવારે ૧૦ કલાકે બ્રાઈટ ડે સ્કુલ, ભાયલીમાં ૧૫૦૦,સવારે ૯.૩૦ કલાકે બેન્જામીન વર્લ્ડ સ્કુલ, ગોત્રીમાં ૮૦૦,સવારે ૮.૪૫ કલાકે નુતન વિદ્યાલય, સમામાં ૫૦૦, સવારે ૧૦.૩૦ કલાકે ભવન્સ સ્કુલ, મકરપુરામાં ૧૫૦૦,સવારે ૭.૩૦ કલાકે પી.પી.શ્રોફ હાઈસ્કુલ,પાદરામાં ૫૦૦ અને માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર, કંડારીમાં ૫૦૦ સહિત કુલ ૧૦ હજાર ઉપરાંત વિદ્યાર્થીઓ માનવ સાંકળ રચી મતદારોમાં મતદાન જાગૃતિનો અનોખો સંદેશો ફેલાવશે.

ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ અંગેનો વીડિયો લોન્ચ કરવામાં આવ્યો

વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બિજલ શાહે તાજેતરમાં વડોદરા શહેરના પીવીઆર સિનેમા હોલ, રેસકોર્સ ખાતે ઉપસ્થિત રહીને ‘અમે ભારતના મતદાર..’ શીર્ષક હેઠળ એક વીડિયો લોન્ચ કર્યો છે. આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તેવા શુભ આશયથી આ વીડિયોમાં વડોદરાના વિવિધ ઐતિહાસિક સ્થળોના બર્ડ વ્યૂના શોટ્સ સાથે ફિલ્માંકન કરવામાં આવ્યું છે. આ વીડિયોમાંએક સ્થાનિક રોક બેન્ડ દ્વારા ‘અમે ભારતના મતદાર છીએ.. લોકશાહીને અડગ કરીશું..’ આવા ગુજરાતી શબ્દોના રોક સોંગનું બેકગ્રાઉન્ડ આપવામાં આવ્યું છે.

રણસિંહ અટાલિયા દ્વારા નિર્દેશિત વીડિયો

આપને જણાવી દઈએ કે, આ વીડિયોના પહેલાના એડીશનને તા. ૨૪/૦૧/૨૦૨૪ના રોજ મુખ્ય ચૂંટણી કમિશ્નરના હસ્તે ડિજિટલ કન્ટેન્ટ ક્રીએશન કેટેગરીમાં રાજ્ય કક્ષાનો પ્રથમ ક્રમાંકનો પારિતોષિક પ્રાપ્ત થયો છે. વડોદરા શહેરના કરણસિંહ અટાલિયા દ્વારા નિર્દેશિત આ વીડિયો ૩.૨૦ મિનિટનો છે અને તેને વડોદરામાં જ બનાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો — VADODARA : SOG ની વોચમાં ગાંજા સાથે એક ઝબ્બે

Whatsapp share
facebook twitter