+

VADODARA : દશેરા પર રાવણ દહનને લઇને તૈયારીઓ અંતિમ તબક્કામાં

VADODARA : વડોદરા (VADODARA) માં વર્ષોથી દશેરા (DUSSEHRA) એ રાવણ દહનનો કાર્યક્રમ કરવામાં આવે છે. જેમાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાને સળગાવવામાં આવે છે. આ સાંસ્કૃતિક કાર્યક્રમના સાક્ષી બનવા માટે…

VADODARA : વડોદરા (VADODARA) માં વર્ષોથી દશેરા (DUSSEHRA) એ રાવણ દહનનો કાર્યક્રમ કરવામાં આવે છે. જેમાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાને સળગાવવામાં આવે છે. આ સાંસ્કૃતિક કાર્યક્રમના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ પોલો ગ્રાઉન્ડમાં હાજરી આપે છે. આ વર્ષે 12 ઓક્ટોબરના રોજ દશેરા પર્વ આવે છે. તેને અનુલક્ષીને નીકા સંસ્થા દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જે અંગે નીકાના પ્રેસીડેન્ટ અને વાઇસ પ્રેસીડેન્ટ દ્વારા મીડિયાને જાણકારી આપવામાં આવી હતી.

રામલીલા માટે ટીમ રીહર્સલ કરી રહી છે

રાવણ દહનને લઇને નીકા પ્રેસીડેન્ટ પ્રવિણ ગુપ્તાએ જણાવ્યું કે, આ 44 મું રાવણ દહન છે. 11 મીએ ટ્રેલના માધ્યમથી પૂતળાઓને શિફ્ટ કરવામાં આવશે. ત્યાર બાદ તેમાં આગ્રાથી આવેલા વિશેષ કારીગરો દ્વારા ફટાકટા મુકવામાં આવશે. ત્યાર બાદ લોકો માટે તેને ખુલ્લુ મુકવામાં આવશે. નીકા દ્વારા રામલીલા માટે ટીમ રીહર્સલ કરી રહી છે. 80 લોકોની ટીમ તેમાં જોડાઇ છે. 11 મીએ રાત્રે અમે ફાઇનલ રીહર્સલ કરીશું. તમામ વડોદરાવાસીઓને તેમાં જોડાવવામ માટેનું આમંત્રણ છે. તમામ પૂતળાઓની ઉંચાઇ 50 – 55 ફૂટ સુધીની છે.

બનાવટમાં વાંસ, સાડી, ઘાસ જેવી અનેક વસ્તુઓનો ઉપયોગ

રાવણ દહનને લઇને આયોજક નીકાના વાઇસ પ્રેસીડેન્ટ રવિ શુક્લાએ જણાવ્યું કે, રામલીલાનું આ વખતે 44 મું વર્ષ છે. તેની બાદ રાવણ દહન થાય છે. રાવણનું નિર્માણ કાર્ય પૂર્ણ થવાના આરે છે. રાવણ બનાવવા માટે આગ્રાથી ટીમ આવે છે. તેઓ બે-ત્રણ દિવસ રોકાઇને કામ કરે છે. તેની બનાવટમાં વાંસ, સાડી, ઘાસ જેવી અનેક વસ્તુઓનો ઉપયોગ થાય છે. આ બનાવવા માટે મોટી જગ્યાની જરૂર પડે છે. 11 તારીખે આ પુતળાઓ પોલો ગ્રાઉન્ડમાં શિફ્ટ કરવામાં આવશે. 12 મીએ રાવણ દહન યોજાશે. તેની માટે અમારી અલગ ટીમ કામ કરે છે. પહેલા પેપર વર્ક થાય છે. બાદમાં તેનું અનુસરણ થાય છે. એક મહિનાની અમારી મહેનત આ કાર્યમાં લાગે છે.

આ પણ વાંચો — VADODARA : પાલિકાની વોર્ડ ઓફીસ સામેના રહેણાંક વિસ્તારમાં પાણી માટે ટેન્કર રાજ

Whatsapp share
facebook twitter