+

VADODARA : પુત્રીને મળવા આવેલા પિતાને ધમકી, “તને પુરો કરી નાંખીશું”

VADODARA : વડોદરા (VADODARA) પાસે ડભોઇના મંડાળા ગામે પુત્રી (DAUGHTER) ને મળવા ગયેલા પિતા (FATHER) ને ધમકી આપવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પિતાને ધમકી આપી ત્રણ શખ્સો…

VADODARA : વડોદરા (VADODARA) પાસે ડભોઇના મંડાળા ગામે પુત્રી (DAUGHTER) ને મળવા ગયેલા પિતા (FATHER) ને ધમકી આપવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પિતાને ધમકી આપી ત્રણ શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો છે. મારામારીમાં ઇજાગ્રસ્તને 108 મારફતે સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા. આખરે ઉપરોક્ત મામલે ત્રણ શખ્સો સામે ડભોઇ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. જે બાદ પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અણબનાવને પગલે એક વર્ષ પહેલા દંપતિના છુટાછેડા થઇ ગયા

ડભોઇ પોલીસ મથકમાં દિનેશભાઇ નારણભાઇ તડવી (ઉં. 40) (રહે. નાળાવાળું ફળીયું, અણખોલ) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ પ્લંબિંગનું કામ કરીને ગુજરાન ચલાવે છે. તેઓના પહેલા લગ્ન ધનલક્ષ્મીબેન હસમુખભાઇ તડવી સાથે 15 વર્ષ પહેલા થયા હતા. લગ્ન જીવન દરમિયાન પુત્રીનો જન્મ થયો હતો. અણબનાવને પગલે એક વર્ષ પહેલા દંપતિના છુટાછેડા થઇ ગયા હતા. જે બાદ ધમલક્ષ્મીબેનના લગ્ન મુકેશભાઇ સુરેશભાઇ વસાવા સાથે થયા હતા.

સાળીના ઘરની બહાર ઝાડ નીચે ઉભા

25 માર્ચે, તેઓ મંડાળા ગામે પોતાની દિકરીને મળવા ગયા હતા. મંડાળા ગામે ભીમપુરા ફળિયામાં તેમના સાળી ઉષાબેન રાહુલભાઇ વસાવાને ત્યાં તેઓ ગયા હતા. અને ત્યાં ગયા બાદ તેઓ કલર લેવા માટે ગામમાં નિકળ્યા હતા. કલર લાવીને સાળીના ઘરની બહાર ઝાડ નીચે ઉભા હતા. તેવામાં અચાનકથી મુકેશભાઇ સુરેશભાઇ વસાવા, યોગેશભાઇ સુરેશભાઇ વસાવા તથા અર્જુનભાઇ રમણભાઇ વસાવા (ત્રણેય રહે. મંડાળા, ભીમપુરા ફળિયુ, ડભોઇ) એ આવીને ઉશ્કેરાટ ભર્યુ વર્તન કર્યું હતું.

સ્થાનિકોએ ભેગા થઇને છોડાવ્યા

તું અહિંયા કેમ આવ્યો છે, તારે મંડાળા ગામે આવવું નહિ, તને પુરો કરી નાંખીશું, કહી ઝગડો શરૂ કરી દીધો હતો. અને ત્યાર બાદ પગના ભાગે માર મરાવાનું શરૂ કરી દીધું હતું. જે બાદ સ્થાનિકોએ ભેગા થઇને છોડાવ્યા હતા. મારામારીમાં ઇજાગ્રસ્તને સારવાર માટે મોકલવા 108 બોલાવવામાં આવી હતી. ઇજાગ્રસ્તને 108 મારફતે પ્રથમ સ્થાનિક સરકારી અને ત્યાર બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે બાગ ઉરપોક્ત મામલે મુકેશભાઇ સુરેશભાઇ વસાવા, યોગેશભાઇ સુરેશભાઇ વસાવા તથા અર્જુનભાઇ રમણભાઇ વસાવા (ત્રણેય રહે. મંડાળા, ભીમપુરા ફળિયુ, ડભોઇ) સામે ડભોઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે. જે બાદ પોલીસે આરોપીઓ સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો — ઉંમર માત્ર નંબર દિલ હજી છે જવાન, 80 વર્ષના બકુલાબહેને મેડલોના કર્યા ઠગલા

Whatsapp share
facebook twitter