+

VADODARA : કારની ટક્કરે જીવનનો આખરી વળાંક

VADODARA : વડોદરા પાસે બાઇક પર જઇ રહેલા બે શખ્સો વળાંક લેવા માટે સાઇડ લાઇટ આપે છે. અને બાઇક ધીમી કરી દે છે. તેવામાં પાછળથી આવતી બેફામ કારની ટક્કર બાઇને…

VADODARA : વડોદરા પાસે બાઇક પર જઇ રહેલા બે શખ્સો વળાંક લેવા માટે સાઇડ લાઇટ આપે છે. અને બાઇક ધીમી કરી દે છે. તેવામાં પાછળથી આવતી બેફામ કારની ટક્કર બાઇને લાગે છે. અને તેના પર બેઠેલા બંને ફંગાળાઇ જાય છે. તે પૈકી એકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચે છે. 108 એમ્બ્યુલન્સ (108 AMBULANCE) સ્થળ પર આવીને ગંભીર ઇજાગ્રસ્તની તબિબિ તપાસ કરતા તેને મૃત જાહેર કરે છે. સમગ્ર મામલે કાર નંબરના આધારે ચાલક સામે ડભોઇ પોલીસ મથક (DABHOI POLICE STATION) માં ફરિયાદ નોંધાવવા પામી છે. જે બાદ પોલીસે આરોપી કાર ચાલક સામે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

વળવા સાઇડ લાઇટ બતાવી બાઇક ધીમી કરી

ડભોઇ પોલીસ મથકમાં વિષ્ણુભાઇ કનુભાઇ કાસકીવાલા (ઉં. 27) (રહે. ચનવાડા, સલાટ ફળિયુ, ડભોઇ) એ નોંધાવેલી ફરિયાદ અનસાર, સવારે પોણા દશ વાગ્યે તે વિનુભાઇ ખુશાલભાઇ વસાવા (ઉં. 55) (રહે. ચનવાડા, ડભોઇ) બાઇક લઇને સીતાપુર ગામની સીમમાં આવેાલા રેતીના પ્લાન્ટ પર જતા હતા. દરમિયાન રોડ પર કટ પાસે રેતીના પ્લાન્ટ બાજુ વળવા સાઇડ લાઇટ બતાવી બાઇક ધીમી કરવામાં આવે છે. તેવામાં કેવડિયા તરફના રોડ પરથી આવતી કાર, બાઇકને ટક્કર મારે છે.

ઘટનાને લઇ રાહદારીઓ એકત્ર

ટક્કર એટલી જોરદાર હોય છે કે, બાઇક પર બેઠેલા બંને ફંગોળાઇ જાય છે. ઘટનામાં વિનુભાઇ વસાવાનું માથું ફાટી જાય છે. અને માથામાંથી લોહી નિકળવાનું શરૂ થઇ જાય છે. ઘટનાને લઇ રાહદારીઓ એકત્ર થઇ જાય છે. અને 108 એમ્બ્યુલન્સને ફોન કરવામાં આવે છે. તેવામાં ભત્રીજો સુનિલ કાસકીવાલા કાર લઇને આવે છે. અને તેમને સારવાર અર્થે લઇ જાય છે. તો બીજી તરફ સ્થળ પર 108 એમ્બ્યુલન્સ આવીને વિનુભાઇ પરમારની તપાસ કરે છે. તપાસ બાદ તેઓને મૃત જાહેર કરી દેવામાં આવે છે.

કાર નંબરના આધારે ચાલક સામે ગુનો નોંધાયો

ઉપરોક્ત દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત વિષ્ણુભાઇ કાસકીવાલા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આખરે સમગ્ર મામલે ડભોઇ પોલીસ મથકમાં કાર નંબરના આધારે ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ગુનો નોંધાયા બાદ પોલીસે કાર ચાલક સામે વધુ કાર્યવાહી હાથ ધરવાની તજવીજ શરૂ કરી છે.

આ પણ વાંચો — Bansuri Swaraj Injured : બાંસુરી સ્વરાજ ચૂંટણી પ્રચાર દરમિયાન થઇ ઘાયલ, આંખ પટ્ટી બાંધીને કર્યો પ્રચાર…

Whatsapp share
facebook twitter