Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Vadodara Crime Case: મહિલા સરપંચના પુત્રની ખુલ્લી દાદાગીરી, સવાલો ઉઠાવતા શખ્સને ઢોર માર માર્યો

12:04 AM Mar 28, 2024 | Aviraj Bagda

Vadodara Crime Case: વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલીમાં ગામે જુની અદાવતને લઈને ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પુત્રએ મોટરસાયકલ ઉપર રોજા ખોલવા જઇ રહેલા મહિલા સભ્યના પતિને જાહેરમાં કેટલાક ઈસમોએ લાકડીઓના પાંચ ફટકા મારી રોષ ઠાલવ્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઇજા પામેલા મહિલા સભ્યના પતિને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જાણવા મળતી માહિતી મુજબ સાઘલીમાં જાહેર માર્ગ ઉપર બનેલી આ ઘટના CCTVમાં કેદ થઇ હતી. આ ઘટનાને પગલે સાઘલી અને શિનોર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

સરપંચ સામે સરફરાજ નકુમે સવાલ ઉઠાવ્યા હતા

મળતી માહિતી મુજબ સાઘલી ગ્રામ પંચાયતના સરપંચ મનિષાબહેન જયેશભાઈ પટેલ છે. બે માસ અગાઉ નકુમ ફળીયામાં રહેતા મહિલા સભ્ય અસમાબાનું સરફરાજ નકુમે નકુમ ફળીયામાં પાણીની લાઇન નાંખવા બાબતે સરપંચને રજૂઆત કરી હતી. મહિલાસભ્યની સાથે તેમના પતિ સરફરાજ નકુમસહિત ફળીયાના અન્ય લોકો પણ ગયા હતા. નકુમ ફળીયાના લોકોએ સરપંચ મનિષા બહેનાપટેલ સામે સવાલ ઉઠાવ્યા હતો. એટલું જ નહીં પરંતુ અન્યવિસ્તારમાં 4 મીટરની પાણીની લાઇન નાંખવામાં આવી છે. જ્યારે નકુમ ફળીયામાં 1 મીટરની પાણીની લાઇન નાંખવામાં આવી છે. ત્યારે નકુમ ફળિયામાં રહેતાલોકોને પાણીની સમસ્યા છે. આ રજૂઆતને લઇ ઉગ્ર બોલાચાલી થઇ હતી.

Vadodara Crime Case

સરપંચના પુત્રે સરફરાજ નકુમને જાહેરમાં લાકડીથી ફટકાર્યો

બે માસ પૂર્વે બનેલા આ બનાવને લઇ મહિલા સરપંચ મનિષાબહેન પટેલનો પુત્ર જૈમિન પટેલ રોષે ભરાયો હતો. સરપંચ માતા સાથે ઝઘડો કરનાર મહિલા સભ્ય અસમાબાનુના પતિ સરફરાજ નકુમને સબક શિખવાડવાના ફિરાકમાં હતો. જેને લઈને સાધલી ગામમાં ગેરેજ ચલાવતા સરફરાજ નકુમ મંગળવારે પોતાની બાઇક ઉપર રોજા ખોલવા માટે ઘરે જઇ રહ્યો હતો. ત્યારે પંચાયત ચોરા પાસે લાકડી લઇને ઉભા રહેલ સરપંચ પુત્ર જૈમિન જયેશ પટેલે સરફરાજને લાકડીનો ફટકો માર્યો હતો.

પોલીસે સરપંચના પુત્ર જૈમિન પટેલને વોન્ટેડ જાહેર કર્યો

સમગ્ર ઘટનાને પગલે સરફરાજે બુમો પાડતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને જૈમિન પટેલને સરફરાજને માર મારતા અટકાવ્યો હતો. બીજી તરફ સરફરાજને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. સમગ્ર બનાવની જાણ થતા શિનોર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે ઘટનાસ્થળે દોડી આવી વિસ્તારમાંથી CCTV ફૂટેજ મેળવી તપાસ સાથે કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે સરપંચના પુત્ર જૈમિન પટેલને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

અહેવાલ  પીન્ટુ પટેલ

આ પણ વાંચો: Gujarat Election Commission Guideline: નાગરિકોને મતદાર યાદીમાં પોતાનું નામ ચકાસી લેવા મુખ્ય નિર્વાચન અધિકારીએ કર્યો અનુરોધ

આ પણ વાંચો: Free Physiotherapy Camp: ગાંધીનગરમાં લાયન્સ ક્લબે નિઃશુલ્ક ફિઝિયોથેરાપી કેમ્પનું કર્યું આયોજન

આ પણ વાંચો: Surat Sports Women: યુવા પેઠીને પણ શોકમાં મૂકી દે, તેવું 80 વર્ષીય મહિલાનું સ્વિમિંગમાં પ્રદર્શન