+

VADODARA : GOOGLE સર્ચ કરી હાથફેરો કરતા રીઢા ચોર સુધી પહોંચી ક્રાઇમ બ્રાન્ચ

VADODARA : વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) ને મોટી સફળતા મળી છે. અકોટા (AKOTA) વિસ્તારની મોબાઇલ શોપમાં મોટો હાથફેરો થયા અંગેની ફરિયાદ જેપી રોડ પોલીસ મથક (J. P. ROAD…

VADODARA : વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) ને મોટી સફળતા મળી છે. અકોટા (AKOTA) વિસ્તારની મોબાઇલ શોપમાં મોટો હાથફેરો થયા અંગેની ફરિયાદ જેપી રોડ પોલીસ મથક (J. P. ROAD POLICE STATION) માં તાજેતરમાં નોંધાઇ હતી. તેના અનુસંધાને તપાસ કરતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચ રીઢા ચોર સુધી પહોંચી છે. ક્રાઇમ બ્રાન્ચના આ ડિટેક્શનને મોટી સફળતા માનવા પાછળનું કારણ ચોર સામે 50 થી વધુ ગુના નોંધાયા છે. અને હાલમાં તે ગુગલ સર્ચ પરથી માહિતી એકત્ર કરીને ચોરીની ઘટનાને અંજામ આપતો હતો.

શખ્સ નંબર પ્લેટ વગરની એક્ટીવા લઇને આવ્યો

તાજેતરમાં વડોદરાના જેપી રોડ પોલીસ મથક વિસ્તારમાં મોબાઇલ શોપમાં ચોરીને લઇ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેની તપાસ કરતા ક્રાઇમ બ્રાન્ચે ટેકનીકલ, સીસીટીવી અને હ્યુમન રિસોર્સના આધારે એકત્ર કરેલી માહિતીમાં ધ્યાને આવ્યું કે, ચોરી કરનાર શખ્સ નંબર પ્લેટ વગરની એક્ટીવા લઇને આવ્યો હતો. એક્ટીવા શોધખોળમાં ટીમને જાણવા મળ્યું કે, નોવીનો-તરસાલી વિસ્તારમાં ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ શખ્સ ઉપરોક્ત ચોરના વર્ણન સાથે મળતો આવે છે. શંકાસ્પદ શખ્સ જોતા જ તે એક્ટીવા લઇને ભાગવા જતો હતો. ક્રાઇમ બ્રાન્ચે તેના ઇરાદા નાકામ બનાવી તેની અટકાયત કરી લીધી હતી.

પુછપરછ કરતા તેણે કોઇ જવાબ આપ્યો ન હતો

તેનું નામ રામનિવાસ ઉર્ફે રામા મંજુ ગુપ્તા (ઉં. 36) (રહે. રામનગર, કલ્યાણ, થાણે) (મુળ રહે. ઉત્તરપ્રદેશ) હોવાનું જાણ્યું અને એક્ટીવાની ડિકીમાંથી બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા, સાથે જ ડિકીમાંથી વાંદરીપાનું, ડિસમી તથા અન્ય પાનાઓ મળી આવ્યા હતા. જે અંગે તેની પુછપરછ કરતા તેણે કોઇ જવાબ આપ્યો ન હતો.

ગુગલ સર્ચ કરી માહિતી એકત્ર કરતો

ક્રાઇમ બ્રાન્ચે આરોપીની કડકાઇ પૂર્વક પુછપરછ હાથ ધરતા તેણે વટાણા વેરી દીધા હતા. તેણે જણાવ્યું કે, છેલ્લા 14 વર્ષથી એકલા અથવા તો સાગરીત સાથે મળીને મુંબઇ, ઠાણે, રાયગઢ, પૂણેમાં મકાનો અને દુકાનોમાં 50 થી વધુ ચોરીને તે અંજામ આપી ચુક્યો છે. ઠાણે જેલમાંથી છુટ્યા બાદ તેણે નંબર પ્લેટ વગરની એક્ટીવાનો ઉપયોગ કરીને મુંબઇના નાલાસોપારમાં વાઇન શોપમાથી રૂ. 55 લાખની રોકડ અને દાગીનાની ચોરી, મહારાષ્ટ્રના અહમદનગર ખાતચે મોબાઇલ શોપમાં ચોરી, સુરતના કપોદ્રાની મોબાઇલ શોપમાં ચોરી, અને અમદાવાદના સેટેલાઇટ મોબાઇલ શોપમાંથી ચોરી કરી હોવાનું કબુલ્યું હતું. આરોપી ગુગલ સર્ચ કરી માહિતી એકત્ર કરતો હતો. અને ગુનાને અંજામ આપતો હતો.

આરોપીને જે પી રોડ પોલીસને સોંપી દેવામાં આવ્યો

આરોપી પાસેથી રૂ. 88 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. સાથે જ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાંચ પોલીસ મથકમાં નોંધાયેલા ગુના ઉકેલવામાં સફળતા મળી હોવાનું સામે આવ્યું છે. આ મામલે આરોપીને જે પી રોડ પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. સાથે જ અમદાવાદ, સુરત, મુંબઇ અને અહમદનગર પોલીસને આ અંગેની જાણ કરવામાં આવી છે.

આ પણ વાંચો —  VADODARA : ડમ્પરની અડફેટે બાઇક ચાલકે રસ્તા પર દમ તોડ્યો

Whatsapp share
facebook twitter