+

VADODARA : આરોપીની ચાલાકીનો અંત લાવતી ક્રાઇમ બ્રાન્ચ

VADODARA : વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) દ્વારા ઠગાઇના ગુનામાં 13 વર્ષથી નાસતા-ફરતા આરોપીને દબોચી (CAUGHT ACCUSED) લેવામાં સફળતા મળી છે. આરોપી પોતાની ઓળખ છતી ન થાય તે માટે…

VADODARA : વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) દ્વારા ઠગાઇના ગુનામાં 13 વર્ષથી નાસતા-ફરતા આરોપીને દબોચી (CAUGHT ACCUSED) લેવામાં સફળતા મળી છે. આરોપી પોતાની ઓળખ છતી ન થાય તે માટે ચાલાકી કરતો હતો. પરંતુ ક્રાઇમ બ્રાન્ચ સામે કોઇ ચાલાકી ચાલી ન હતી. આખરે વડોદરાના સિટી પોલીસ મથકમાં ઠગાઇના કેસમાં નોંધાયલા આરોપીને સુરતથી પકડી પાડવામાં આવ્યો છે.

હ્યુમન રિસોર્સ અને ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ

વડોદરા ક્રાઇમ બ્રાન્ચની પેરોલ ફર્લો સ્કવોર્ડ દ્વારા નાસતા ફરતા આરોપીઓેને દબોચી લેવા માટે અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. તેવામાં ટીમને વડોદરા શહેરમાં ફ્રોડના ગુનાઓમાં નાસતા ફરતા પ્રમોદભાઇ વલ્લભભાઇ અણઘણ (પટેલ) (રહે. ગોકુલ ટાઉનશીપ, ગોત્રી) અંગે હ્યુમન રિસોર્સ અને ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ કરવામાં આવી હતી. દરમિચાન આરોપી સુરતમાં હોવા અંગેની માહિતી મળી હતી.

બનાવટી ઓળખ ઉભી કરી

જે બાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ સુરતના વરાછા રોડ સુધી પહોંચી હતી. ત્યાં શાશ્વત એપાર્ટમેન્ટમાં રહેતા પ્રમોદભાઇ વલ્લભભાઇ અણઘણ (પટેલ) સુધી પહોંચવામાં ટીમ સફળ રહી હતી. આરોપી ધરપકડથી બચવા માટે ભરત ઉર્ફે ભરતો ની ઓળખ ઉભી કરીને નાસતો ફરતો રહેતો હોવાનું ક્રાઇમ બ્રાન્ચની ટીમોના ધ્યાને આવ્યું છે. આરોપી સામે વડોદરાના સિટી પોલીસ મથકમાં તેર વર્ષ અગાઉ વર્ષ 2011 માં અને સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં પાંચ વર્ષ અગાઉ, વર્ષ 2019 માં ઠગાઇના ગુના નોંધાઇ ચુક્યા છે.

આરોપીની એમઓ

આરોપી પ્રમોદભાઇ વલ્લભભાઇ અણઘણ (પટેલ) બિમારી, અક્સમાત, તંગી જેવા કારણો આગળ ધરી લોકોને વિશ્વાસમાં લેતો હતો. અને ઉછીના પૈસા મેળવતો હતો. જે બાદ પોતાની પાસે રહેલા સોનાના ઢાળ ચઢાવેલા ખોટા દાગીનાઓ ખરા હોવાનું જણાવી સિક્યોરીટી પેટે આપતો હતો. તેની અવેજમાં પણ તે ઉછીના રૂપિયા લેતો હતો. આમ કરી તેણે રૂ. 7.90 લાખની ઠગાઇ કરી હોવાનું ચોપડે નોંધાયું છે.

આ પણ વાંચો — VADODARA : પેટ્રોલ પંપ પર હોર્ન મારવા બાબતે ટોકતા મારામારી

Whatsapp share
facebook twitter