Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : વિતેલા બે વર્ષમાં બેંકોમાંથી રૂ. 20 થી લઇ રૂ. 2000 સુધીની 1110 નકલી નોટો પકડાઇ

12:07 PM Mar 14, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) ના વિવિધ બેંકોમાંથી વિતેલા બે વર્ષમાં રૂ. 100 થી લઇને રૂ. 2000 સુધીની 1110 નકલી નોટો (FAKE CURRENCY) મળી આવી છે. આ અંગે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) માં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઇસમો દ્વારા ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડવા માટે કરેલા કૃત્ય સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

સૌથી વધુ રૂ. 500 ના દરની નોટો મળી

ભારતના અર્થતંત્રને નુકશાન પહોંચાડવાના હેતુથી અજાણ્યા ઇસમો દ્વારા ઘુસાડાયેલી ભારતીય ચલણની જુદા જુદા દરની બનાવટી ચલણી નોટો વડોદરા (VADODARA) ની બેંકમાંથી મળી આવી હતી. આવુ ગુનાહિત કૃત્ય કરનારા શખ્સો સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી છે. વિતેલા બે વર્ષમાં વડોદરાની વિવિધ બેંકોમાંથી રૂ. 20 ના દરની 2, રૂ. 50 ના દરની 12, રૂ. 100 ના દરની 193, રૂ. 200 ના દરની 98, રૂ, 500 ના દરની 720 અને રૂ. 2 હજારના દરની 85 નકલી નોટો મળી આવી હતી. જેમાં સૌથી વધુ રૂ. 500 ના દરની નોટો મળી હોવાનું સામે આવ્યું છે.

સમયગાળો માર્ચ, 2022 થી લઇ જાન્યુઆરી, 2024 સુધી

બેંકોમાં એસડીએફસી, કોટક મહિન્દ્રા બેંક, બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, યસ બેંક. એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક, આઇડીબીઆઇ બેંક, ઉજ્જવલ સ્મોલ ફાઇનાન્સ બેંક, એસવીસી કોપરેટીવ બેંક, ફેડરલ બેંક, ઇન્ડસ્યુલેન્ડ બેંક, ફેડરલ બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, યુનિયન બેંક ઓફ ઇન્ડિયાનો સમાવેશ થાય છે. નકલી ચલણી નોટો પકડવાનો સમયગાળો 4, માર્ચ, 2022 થી લઇને 17, જાન્યુઆરી, 2024 સુધીનો ફરિયાદમાં નોંધવામાં આવ્યો છે.

સાચી ચલણીનોટોની સરખામણીએ કિંમત રૂ. 5,69,540 જેટલી થવા પામે

સમગ્ર મામલે અજાણ્યા ઇસમો વિરૂદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં ઇપીકો કલમ 489 ક, 489 ખ, 489 ગ તથા 120 બી હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઉપરોક્ત નકલી નોટોની કુલ ગણતરી સાચી ચલણીનોટોની સરખામણીએ કરીએ તો કિંમત રૂ. 5,69,540 જેટલી થવા પામે છે.

આ પણ વાંચો —  VADODARA : શરદી-ખાંસીની દવા લેવા નિકળેલી મહિલાના ઘરે તેમના મૃત્યુનો સંદેશ પહોંચ્યો