+

VADODARA : સાંસદ વિરૂદ્ધ પોસ્ટર કાંડમાં જવાબ આપવા ગાંધીજીનું કટાઉટ લઇ પહોંચ્યા કોંગ્રેસ પ્રમુખ

VADODARA : વડોદરામાં સાંસદ અને ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરૂદ્ધ પોસ્ટર કાંડમાં આજે તપાસનો રેલો શહેર કોંગ્રેસ પ્રમુખ રૂત્વિજ જોશી સુધી પહોંચ્યો છે. ગતરોજ વારસીયા પોલીસ મથક દ્વારા રૂત્વિજ જોશીને હાજર…

VADODARA : વડોદરામાં સાંસદ અને ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરૂદ્ધ પોસ્ટર કાંડમાં આજે તપાસનો રેલો શહેર કોંગ્રેસ પ્રમુખ રૂત્વિજ જોશી સુધી પહોંચ્યો છે. ગતરોજ વારસીયા પોલીસ મથક દ્વારા રૂત્વિજ જોશીને હાજર રહેવા માટે નોટીસ પાઠવવામાં આવી હતી. જેનો જવાબ આપવા માટે તેઓ આજે મહાત્માં ગાંધીજીના કટાઉટ સાથે જવાબ આપવા માટે હાજર થયા છે. આ તકે તેમણે પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા હતા.

હાજર થવા નોટીસ પાઠવવામાં આવી હતી

વડોદરાથી ત્રીજી ટર્મના સાંસદના ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરૂદ્ધ પોસ્ટર વોર શરૂ થયું હતું. રાત્રીના અંધારામાં લગાવાયેલા પોસ્ટરો લગાડનારાઓ સામે ગણતરીના કલાકોમાં કાર્યવાહી કરી પકડી પાડવામાં આવ્યા હતા. આ તપાસના રેલો શહેર કોંગ્રેસ પ્રમુખ રૂત્વિજ જોશીને હાજર થવા નોટીસ પાઠવવામાં આવી હતી. જેના અનુસંધાને જવાબ આપવા તેઓ પહોંચ્યા છે.

બીક એને લાગે જેણે કંઇ ખોટું કર્યુ હોય

જવાબ આપતા પહેલા રૂત્વિજ જોશી મીડિયાને જણાવે છે કે, વારસીયા પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમના સ્ટાફ મારા ઘરે આવ્યા હતા. તેમણે મને નોટીસ પાઠવી હતી. નોટીસમાં બે દિવસમાં નિવેદન આપવા માટે જણાવ્યું હતું. અમે કાયદાનું પાલન કરનારા લોકો છીએ અને કાયદામાં માનીએ છીએ. પીઆઇએ કીધું એટલે પહેલા જ દિવસે હું હાજર થઇ ગયું છે. કાયદાકીય પ્રક્રિયામાં સંપુર્ણ સહકાર આપવાનો છું. બીક એને લાગે જેણે કંઇ ખોટું કર્યુ હોય. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે મને બે વર્ષ પૂર્ણ થયા છે. બે વર્ષ દરમિયાન ભાજપ સામેના આંદોલનો જાહેરમાં કર્યા છે. અને બેનર પોસ્ટર સાથે પરવાનગી લઇને આંદોલન કર્યા છે. અમે સાંસદ વિરૂદ્ધ પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે. વડોદરા શહેરનો વિકાસ નથી થયો તે કોંગ્રેસ બોલે છે. આ વાત પહેલા કોણે કહી, પહેલા મુખ્યમંત્રીએ કહી, તે પછી ભાજપ પ્રદેશ પ્રમુખે કહી. ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ હોય ,તેમના જ મહિલા આગેવાન ભ્રષ્ટાચારની પોલ ખોલે, કહે વિકાસ નેતાનો થયો છે. તેમના ધારાસભ્ય રાજીનામું આપે, પછી ડેમેજ કંટ્રોલ થઇ જાય.

કેટલાક શુભચિંતકોને મારા પ્રત્યે પ્રેમ છે

રૂત્વિજ જોશીએ કહ્યું કે, તેમના જ કાર્યકર્તાઓ સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરે, કેટલાક સામાજીક આગેવાનો ભાજપના કાર્યાલયમાં જઇને રજૂઆત કરી, 10 વર્ષમાં સાંસદ તરીકે શું કામગીરી કરી. જ્યારે પ્રજા અને લોકો કહી રહ્યા છે. પોલીસને રીકવેસ્ટ છે, મુખ્યમંત્રીએ કહ્યું વિકાસ નથી રહ્યો, પ્રદેશ પ્રમુખે પણ કહ્યું બોલાવો મુખ્યમંત્રીને, પ્રદેશ પ્રમુખને. કોંગ્રેસ વિપક્ષનું કામ કરે છે. કેટલાક શુભચિંતકોને મારા પ્રત્યે પ્રેમ છે, તેઓ મારા નામની સંડોવણી કરવાનો પ્રયાસ કરે છે. હરણી બોટ કાંડમાં 14 લોકોએ જીવ ગુમાવ્યો, પાલિકાના પાપે આ થયું ત્યારે ભાજપનો એક પણ નેતા હોળી બોટકાંડમાં ન્યાયની વાત ન કરે, ત્યારે કોંગ્રેસે સહિ ઝુંબેશનો કાર્યક્રમ કર્યો. નોટીસમાં કલમનો ઉલ્લેખ છે, તેમાં કોઇ વિષય બાબતે જણાવ્યું નથી.

અમે મહાત્મા ગાંધીના સિપાહી છીએ

વધુમાં રૂત્વિજ જોશી જણાવે છે કે, જ્યારે કોંગી આગેવાનોની ધરપકડ થઇ ત્યારે હું હાજર હતો. ત્યારે મને કેમ નોટીસ પાઠવવામાં ન આવી. અમે મહાત્મા ગાંધીના સિપાહી છીએ. અને લોકશાહી ઢબે લડવા માંગીએ છીએ. સોફ્ટ ટારગેટ રૂત્વિજ જોશી છે. વડોદરાના એરપોર્ટને સયાજીરાવ ગાયકવાનું નામ નથી અપાવી શક્યા સાંસદ. અંધારામાં પોસ્ટર બેનર લગાડવાનું કામ રૂત્વિજ જોશીનું નથી. અમે વિરોધ ખુલ્લેઆમ કરીએ છીએ. ચુંટણી તંત્રને આદર્શ આચાર સંહિતાની ચુસ્ત અમલવારી કરો.

આ પણ વાંચો —VADODARA : હોળી-ધૂળેટી પર્વને લઇ વધુ ST બસો દોડશે, વિભાગે ગત વર્ષ કરતા મોટું આયોજન કર્યું

Whatsapp share
facebook twitter