Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : “મારો ભાઇ બુટલેગર”…લોક ડાયરામાં સંગીતમય વખાણ બાદ પોલીસ જાગી

03:52 PM Mar 31, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા (BOOTLAGGER) માં બુટલેગરે લોક ગાયક સાથે સ્ટેજ પરથી મહેફિલ જમાવવાનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી છે. લોક ગાયક જે બુટલેગરના વખાણ સંગીતમય રીતે પ્રસ્તુત કરી રહ્યા છે, તેને વડુ પોલીસે (VADU POLICE) ગણતરીના સમયમાં જ દબોચી લીધો છે. અને બુટલેગર પાસેથી રૂ. 1200 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

કિરણ લંગડા જોડે દારૂ લાવ્યો રે………મારો ભાઇ બુટલેગર

જાણીતા લોક કલાકાર કમલેશ બારોટના જાહેર કાર્યક્રમનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામી છે. જેમાં તેઓ બુટલેગરના સંગીતમય વખાણ કરી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. કલાકાર ગાય છે કે, મારો ભાઇ બુટલેગર…સમીરભાઇ ટાઇગર છે. મારો ભાઇ બુટલેગર…. ભરૂચથી દારૂ લાયો રે……….મારો સમીર બુટલેગર….કિરણ લંગડા જોડે દારૂ લાવ્યો રે………મારો ભાઇ બુટલેગર…. મારો સમીર બુટલેગર….કિરણ પાહે માલ લાયો રે……ગાડી ભરીને માલ લાવ્યો રે…….કિરણ લંગડા પાહે દારૂ લાવ્યો રે…… આ ગીત ગાતા સમયે સમીર કલાકારની બાજુમાં ઉભો રહીને ડાન્સ કરતો અને ડાયરાની મોજમાં ખોવાયેલો જોવા મળી રહ્યો છે. સાથે જ સમીર ગાયક પર પૈસાનો વરસાદ પણ કરી રહ્યો છે. આ સંગીતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ પોલીસ એક્શનમાં આવી છે.

વાહવાહી કરતો વિડીયો વાયરલ

આજે વડું પોલીસ દ્વારા સમીર ઉર્ફે સેટ્ટો યુસુફભાઇ પટેલ (ઉં. 42) (રહે. માસારોડ સરકારી દવાખાના સામે, પાદરા) ના નિવાસ સ્થાને રેડ કરી હતી. અને તેણે મકાનમાં સંતાડેલા દારૂના 12 ક્વાર્ટર પકડી પાડ્યા છે. જેની કિંમત રૂ. 1200 થવા પામે છે. વડું પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં બુટલેગરની વાહવાહી કરતો વિડીયો વાયરલ થયા બાદ કરવામાં આવેલી કાર્યવાહીને પગલે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. અને વિસ્તારમાં દારૂબંધીની અમલવારી કેવી રીતે થઇ રહી છે, તેની પોલંપોલ ખુલ્લી પડી જવા પામી છે.

ભાઇ હું ગાઉં છું મને ઘરે જવા દેજો

વાયરલ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે 29 માર્ચે આ કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું. આ આયોજન પાદરા-માસર રોડ પર આવેલા કણઝટ ગામે કરવામાં આવ્યું હતું. આ અંગેનો વાયરલ વિડીયો 1 મિનિટ અને 32 સેકંડનો છે. જેમાં આખરમાં ગાયક કમલેશ બારોટ કહે છે કે, ભાઇ હું ગાઉં છું મને ઘરે જવા દેજો. ઉપરોક્ત ઘટનામાં સમીલ પટેલની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ કિરણ લંગડા સામે કોઇ કાર્યવાહી થઇ છે કે નહિ તે અંગે કોઇ સ્પષ્ટતા નથી.

આ પણ વાંચો —VADODARA : એપ્લીકેશનમાં કરોડો રૂપિયાનો પ્રોફિટ દેખાતો પણ હકીકતે લાખોમાં ઠગાયા