+

VADODARA : શક્તિ સ્તવનમાં ભાજપના લોકસભા ઉમેદવાર સહિત નેતાઓ ગરબે ઘૂમ્યા

VADODARA : વડોદરા સહિત દેશભરમાં ચૂંટણી (ELECTION 2024) નો માહોલ જામ્યો છે. ત્યારે ચૈત્ર નવરાત્રી (CHAITRA NAVRATRI) પર્વ પણ ચાલી રહ્યો છે. જેને લઇને નેતાઓ માંઇ મંદિરોમાં જઇને આશિર્વાદ પ્રાપ્ત…

VADODARA : વડોદરા સહિત દેશભરમાં ચૂંટણી (ELECTION 2024) નો માહોલ જામ્યો છે. ત્યારે ચૈત્ર નવરાત્રી (CHAITRA NAVRATRI) પર્વ પણ ચાલી રહ્યો છે. જેને લઇને નેતાઓ માંઇ મંદિરોમાં જઇને આશિર્વાદ પ્રાપ્ત કરતા નજરે પડે છે. તેવામાં આજે વડોદરા (VADODARA) માં ભાજપના લોકસભા (LOKSABHA 2024) ઉમેદવાર ડો. હેમાંગ જોશી સહિત અન્ય નેતાઓ ધારાસભ્ય કેયુર રોકડિયા (BJP MLA KEYUR ROKADIYA) દ્વારા આયોજિત શક્તિ સ્તવન પ્રસંગે હાજર રહ્યા હતા. અને ગરબે ઘૂમ્યા હતા.

સ્થાનિક કક્ષાએ ચૂંટણીનો માહોલ પુરજોશમાં

આપણી સંસ્કૃતિમાં નવરાત્રીમાં માતાજીના પૂજન અને અર્ચનનું વિશેષ મહત્વ છે. તેમાં પણ ખાસ કરીને ચૈત્ર નવરાત્રી માતાજીની ઉપાસના, અનુષ્ઠાન માટેનું એકદમ ઉત્તમ પર્વ માનવામાં આવે છે. આ દિવસોમાં માંઇ ભક્તો શ્રદ્ધા અનુસાર માતાજીની ભક્તિ કરતા હોય છે. હાલમાં દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. વડોદરામાં ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓ દ્વારા તેમના ઉમેદવારના નામો જાહેર કરી દીધા છે. ત્યારે સ્થાનિક કક્ષાએ ચૂંટણીનો માહોલ પુરજોશમાં ચાલી રહ્યો છે.

પૂજનમાં ભાગ લીધો

ચૈત્ર નવરાત્રી નિમિત્તે આજે વડોદરાના સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા તેમના કાર્યાલય ખાતે વિશેષ શક્તિ સ્તવનનો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં હાલના સાંસદ રંજનબેન ભટ્ટ, ભાજપના લોકસભા બેઠકના ઉમેદવાર ડો. હેમાંગ જોશી સહિતના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. અને પૂજનમાં ભાગ લીધો હતો. સાથે જ તમામ ગરબે પણ ઘૂમ્યા હતા.

ભજન, સ્તુતી, આરતી, અને થાળ તથા ગરબાનું આયોજન

આ તકે ડો. હેમાંગ જોશી જણાવે છે કે, આજે સયાજીગંજના લોકપ્રિય અને ભક્તિ હ્રદયી ધારાસભ્ય કેયુર રોકડિયાના કાર્યાલય ખાતે ચૈત્ર નવરાત્રી નિમિત્તે શક્તિ સ્તવનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માતાજીની ભક્તિ, ભજન, સ્તુતી, આરતી, અને થાળ તથા ગરબાનું આયોજન રાખવામાં આવ્યો છે. મને આ કાર્યમાં ભાગ લેવાનો મોકો મળ્યો. આવા ભક્તિ સભર કાર્યક્રમનું આયોજન કરવા બદલ રોકડિયા પરિવારનો આભાર વ્યક્ત કરું છું.

આ પણ વાંચો —  VADODARA : 10 હજાર વિદ્યાર્થીઓની માનવ સાંકળ મતદાન જાગૃતિનું માધ્યમ બની

Whatsapp share
facebook twitter