Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : ભાજપનો જૂથવાદ સપાટી પર લાવતી ડિજીટલ પત્રિકા વાયરલ

01:56 PM Sep 11, 2024 |

VADODARA : વડોદરા (VADODARA) ભાજપમાં ચૂંટાયેલા અને સંગઠનના સભ્યો વચ્ચેનો જૂથવાદ સપાટી પર લાવતી ડિજીટલ પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામી છે. આ પત્રિકામાં ભાયલીમાં બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવમાં પાંચ નદીઓના જળ છોડવાના કાર્યક્રમનો ઉલ્લેખ છે. તેમાં સાંસદ, મેયર, ડે. મેયર સહિતના પદાધિકારીઓના નામો ગાયબ છે. પરંતુ તેમાં શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્ય અનો વોર્ડ નં – 10 ના કોર્પોરેટર તથા કાર્યકર્તાઓના નામો-તસ્વીરો જોવા મળી રહી છે. લાંબા સમયથી ચાલતો આવતા ગજગ્રાહ આજની સ્થિતીએ પણ યથાવત હોવાની સાબિતી આ ડિજીટલ આમંત્રણ પત્રિકા આપી રહી છે.

કેટલાક ચહેરાઓને પાલિકા જોડે કોઇ લેવાદેવા ના હોય તેવા પણ જણાઇ આવ્યા

હાલ વડોદરા સહિત દેશભરમાં ગણોશોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે વડોદરામાં ગણેશજીનું વિસર્જન સરળાથી થઇ શકે તે માટે ભાયલી ટીપી – 2 માં પ્રિયા સિનેમા રોડ પર કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે. આ તળાવનું ઉદ્ધાટન અને તેમાં પવિત્ર નદીઓના જળ અર્પણ કરવા માટેની જાહેર ડિજીટલ આમંત્રણ પત્રિકા શહેરના સોશિયલ મીડિયા સર્કલમાં વાયરલ થવા પામી છે. જેમાં ભાજપના ચૂંટાયેલા અને સંગઠનના સભ્યો વચ્ચેનો જુથવાદ નજરે પડે તેમ છે. આ આમંત્રણ પત્રિકામાં સાંસદ, મેયર, ડે. મેયર, ચેરમેન અને શાસક પક્ષના નેતાનું નામ અને ફોટો ગાયબ છે. અને ભાજપના કાર્યકર્તા, ધારાસભ્ય અને કોર્પોરેટરનો ફોટો મુકવામાં આવ્યો છે. આ સાથે કેટલાક ચહેરાઓને પાલિકા જોડે કોઇ લેવાદેવા ના હોય તેવા પણ જણાઇ આવે છે.

કોઇને કોઇ પ્રસંગે કોઇને કોઇ સ્વરૂપે જૂથબંધી બહાર આવે છે

જેને લઇને ભાજપના હોદ્દેદારો વચ્ચેની આંતરિક ટાંટીયાખેંચ સપાટી પર આવવા પામી છે. ઐતિહાસીક પૂરની પરિસ્થિતીમાંથી બહાર આવતા તમામે એકજુટ થઇને લોકસેવા કરવી જોઇએ, તેની જગ્યાએ હજી પણ આંતરિક ટાંટીયાખેંચમાંથી બહાર નથી આવતા. અને કોઇને કોઇ પ્રસંગે કોઇને કોઇ સ્વરૂપે આ વાત સામે આવતી રહે છે. હવે લાંબા સમયથી ચાલતી આવતી જુથબંધી ખાળવા માટે મોડવી મંડળ શું કરે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો — VADODARA : Gujarat First ના અહેવાલ બાદ VMC ચેરમેનને ભાન આવ્યું, વિવાદીત નિવેદન અંગે માંગી માફી