Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Vadodara Beef: નવાયાર્ડમાં પકડાયેલ 200 કિલો ગૌમાંસના તાર બોરસદ સુધી, SOG ની તપાસ તેજ

04:15 PM Jul 10, 2024 | Aviraj Bagda

Vadodara Beef: ભારત દેશમાં ગાયને માત્ર પ્રાણી નહીં, પરંતુ માતા તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. ભારતના પ્રાચીન સમયગાળાથી લઈને ગાયને વિવિધ સ્વરુપે પૂજા-અર્ચના કરવાની સાથે ધાર્મિક ક્ષેત્રે માન આપવામાં આવ્યું છે. તેથી જ આજના આ આધુનિક યુગમાં ગાય માતા માટે અનેક રક્ષકો ઉભા થયા છે. તેની પાછળનું કારણ એ છે હાલના સમયગાળામાં માસાહારી લોકો મૃતક નહીં, પરંતુ જીવિત ગાયનો પણ ઉપયોગ કરી રહેલા છે. ત્યારે અવાર-નવાર દેશના ખૂણે-ખૂણેથી ગૌમાંસનો ધંધો કરતો આરોપીઓને પકડી પાડવામાં આવે છે.

  • એક ઘરમાંથી 200 કિલો ગૌમાંસનો જથ્થો જપ્ત

  • આ ઘરમાં માત્ર ગૌમાંસનું વેચાણ જ કરવામાં આવતું

  • ગૌમાંસના સમોસાનું વેચાણ કરતી દુકાને સીલ કરી

ત્યારે ગુજરાતના Vadodara માંથી ગૌમાંસનો હ્રદય હચમચાવી નાખે તેવો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તો Vadodara માં આવેલા નવાયાર્ડના લોકોયાર્ડ નજીક SOG પોલીસ ના દરોડા પડ્યા હતાં. ત્યારે લોકોયાર્ડ નજીક આવેલા એક ઘરમાંથી 200 કિલો ગૌમાંસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જોકે SOG પોલીસે એક ઈસમ પાસે ગૌમાંસ અંગે પૂછપરછ શરુ કરી હતી.

આ ઘરમાં માત્ર ગૌમાંસનું વેચાણ જ કરવામાં આવતું

તેથી SOG પોલીસને ઈસમ પાસેથી માહિતી મળી હતી કે, લોકોયાર્ડ પાસે આવેલા એક ઘરમાં ગૌમાંસનો ધમધોકાર વેપાર કરાઈ રહ્યો છે. તે ઉપરાંત આ ઘરમાં રહેતા ઈરફાન કુરેશી અને ફારુક કુરેશી છેલ્લા ઘણા વર્ષોથી ગેરકાયદેસર રીતે ગૌમાંસનું વેચાણ કરી રહ્યા છે. જોકે આ ઘરમાં માત્ર ગૌમાંસનું વેચાણ જ કરવામાં આવતું હતું. પરંતુ આ લોકોને કોણ ગૌમાંસનો જથ્થો પહોંચાડતા હતાં, તે દિશામાં SOG પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.

ગૌમાંસના સમોસાનું વેચાણ કરતી દુકાને સીલ કરી

તે ઉપરાંત તાજેતરમાં Vadodara ના પાણીગેટ એરિયામાંથી ગૌમાંસના સમોસા બનાવીને વેચતા હોવાનું સામે આવ્યું હતું. જોકે આ દુકાને આ પહેલા પણ કડક સૂચના સાથે બંધ કરી દેવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યારે ફરીવાર આ ઘટનાનું પુરાવર્તન થતાં, આ વખતે Vadodara મનપા દ્વારા ગૌમાંસના સમોસાનું વેચાણ કરતી દુકાને સીલ કરી દેવામાં આવી છે. અને આ દુકાનને ગૌમાંસ કોણ પહોંચાડતું હતું. તેને લઈ આગળ તપાસ શરુ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Jamnagar : વરસાદી છાંટા પડતા વીજ પોલમાં શોર્ટ સર્કિટ, Video જોઈ ચોંકી જશો!