+

VADODARA : સ્વિમીંગના લાઇફ ટાઇમ મેમ્બરના મૃત્યુ બાદ તંત્ર સફાળુ જાગ્યું

VADODARA : વડોદરામાં ગતરોજ પાલિકા સંચાલિત સરદાર બાગ સ્વિમીંગ પુલ (SARDAR BAUG SWIMMING POOL) માંથી લાઇફ ટાઇમ મેમ્બર (LIFE TIME MEMBER) મહિલાનું બહાર નિકળતા ગભરામણની ફરિયાદ કરી હતી. જે બાદ…

VADODARA : વડોદરામાં ગતરોજ પાલિકા સંચાલિત સરદાર બાગ સ્વિમીંગ પુલ (SARDAR BAUG SWIMMING POOL) માંથી લાઇફ ટાઇમ મેમ્બર (LIFE TIME MEMBER) મહિલાનું બહાર નિકળતા ગભરામણની ફરિયાદ કરી હતી. જે બાદ તેમને 108 મારફતે સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. જ્યાં મહિલાનું નિધન થયું છે. આ ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. અને લાઇફ ટાઇમ મેમ્બર્સ માટે નવો નિયમ લાગુ કરવામાં આવનાર હોવાનું અધિકારી જણાવી રહ્યા છે.

પરિજનો સાથે 108 મારફતે હોસ્પિટલ મોકલાયા

તાજેતરમાં વડોદરાનું સરદાર બાગ સ્વિમીંગ પુલ શરૂ કરવામાં આવ્યું હતું. જેના ટુંકા ગાળામાં જ અહિંના લાઇફ ટાઇમ મેમ્બર ચેતનાબેન પટેલે સ્વિમીંગ કરી બહાર નિકળ્યા બાદ ગભરામણની ફરિયાદ જણાવી હતી. જે બાદ તેમના પરિજનો સાથે તેમને 108 મારફતે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. જ્યાં તેમનું નિધન થયું હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ આજે તંત્ર સફાળું જાગ્યું છે. અને સ્વિમીંગ પુલના લાઇફ ટાઇમ મેમ્બર્સ માટે નવેસરથી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર હોવાનું અધિકારી જણાવી રહ્યા છે.

પતિ અને પુત્ર ગાર્ડનમાં ચાલવા આવતા

ટુરિસ્ટ ઓફિસર અંકુશ ગરૂડ જણાવે છે કે, ગઇ કાલે સાંજની બેચમાં લાઇફ ટાઇમ ચેતના બેન સ્વિમિંગ પુલમાં આવ્યા હતા. વર્ષ 2010 થી તેમણે મેમ્બરશીપ લીધેલી છે. સ્વિમીંગ કરીને બહાર નિકળતા તેમણે શ્વાસ લેવામાં તકલીફ થતા સ્પોર્ટસ કર્મચારીને બોલાવ્યા હતા. તેમને ખુરશી પર બેસાડવામાં આવ્યા હતા. જે બાદ તેમની તકલીફ વધતા 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. તે બાદ તેમના પતિ અને પુત્ર ગાર્ડનમાં ચાલવા આવતા હોવાની જાણ કરતા તેમને બોલાવી લેવામાં આવ્યા હતા. તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા કોઇ ઢીલ રાખવામાં નથી આવી. તેમને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ ખસેડ્યા હતા.

વિગતોનો ઉલ્લેખ નવા કાર્ડમાં

વધુમાં તેમણે ઉમેર્યું કે, અત્યાર સુધીમાં આજીવન મેમ્બર્સ પાસેથી એક વખત લાઇફ સર્ટીફીકેટ લેવામાં આવતું હતું. પરંતુ અમે નિર્ણય કર્યો છે કે, જેટલા આજીવન મેમ્બર્સ છે, તેમનું કેવાયસી લેવામાં આવે. તેમના આધાર કાર્ડ, મેડિકલ સર્ટીફીકેટ મેળવીને તેમને નવા કાર્ડ ઇશ્યુ કરવામાં આવે. હાલની વિગતો પ્રમાણેની તમામ વિગતોનો ઉલ્લેખ નવા કાર્ડમાં કર્યો હોય તે રીતનું આયોજન છે. મેમ્બરનો શ્વાસ ચાલુ હતો ત્યારે તેમને સીપીઆર આપવાનો પ્રશ્ન જ નથી ઉભો થતો. અમારા દ્વારા તેમના પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

આ પણ વાંચો — VADODARA : કમાટીબાગ ઝૂમાં જિરાફ, હરણ અને ઝીબ્રા ધૂળ ખાતા નજરે પડ્યા

Whatsapp share
facebook twitter