+

Vadodara : નાના બાળકને બાઈકનું સ્ટિયરિંગ આપીને જોખમી સ્ટંટ કરતા શખ્સની ધરપકડ, કરી આ અપીલ

સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવા માટે કેટલાક લોકો જાહેર માર્ગ પર વાહન થકી સ્ટંટ કરીને વીડિયો બનાવતા હોય છે. જો કે, આ કારણે અન્ય વાહનચાલકોના જીવને જોખમમાં મુકાય છે. પોલીસ…

સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવા માટે કેટલાક લોકો જાહેર માર્ગ પર વાહન થકી સ્ટંટ કરીને વીડિયો બનાવતા હોય છે. જો કે, આ કારણે અન્ય વાહનચાલકોના જીવને જોખમમાં મુકાય છે. પોલીસ તંત્ર દ્વારા આવા લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવે છે. પરંતુ, તેમ છતાં આવા જોખમી સ્ટંટના વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા (social media) પર આપણી સમક્ષ આવતા હોય છે. ત્યારે વડોદરામાં (Vadodara) એક શખ્સે બાઈક પર ત્રણ સવારી બેસાડી નાના બાળકના હાથમાં બાઇકનું સ્ટિયરિંગ આપી જોખમી રીતે બાઇક હંકારતા હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. જે મામલે પોલીસે કાર્યવાહી કરી બાઇકચાલકની ધરપકડ કરી છે.

ચાલકે બાળક અને બે મહિલાઓને બાઇક પર બેસાડ્યા હતા

વડોદરાના (Vadodara) કારેલીબાગ (Karelibagh) વિસ્તારનો એક વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઘણો વાઇરલ થયો હતો. આ વીડિયોમાં એક શખ્સ પોતાની સાથે એક નાના બાળક અને બે અન્ય મહિલાઓને બાઇક પર બેસાડી બાઈક હંકારતો નજરે પડે છે. દરમિયાન, તે બાઇકનું સ્ટિયરિંગ પેટ્રોલની ટાંકી પર બેસેલાં નાના બાળકને આપીને જોખમી સ્ટંટ (risky stunts with bike) કરે છે. બાઇકચાલકનો આ વીડિયો ખૂબ વાઇરલ થતા સોશિયલ મીડિયા પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. જો કે, હવે સ્થાનિક પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરી છે.

જોખમી સ્ટંટ ન કરવા શખ્સ પાસે કરાવી અપીલ

બાઇકચાલકનો વીડિયો સામે આવતા પોલીસે (Vadodara police) ત્વરિત કાર્યવાહી કરી તેની ધરપકડ કરી છે. પૂછપરછમાં બાઇકચાલકની ઓળખ તુલસીવાડીમાં રહેતા તૌફિક વ્હોરા (Taufiq vhora) તરીકે થઈ છે. પોલીસે બાઇક નંબરના આધારે તૌફિક વ્હોરાની ધરપકડ કરી છે. આ સાથે પોલીસે બાઇક પર સ્ટંટ કરનારા તૌફિક પાસે અન્ય કોઈને પણ આ રીતે જોખમી સ્ટંટ ન કરવા અપીલ પણ કરાવી હતી.

 

આ પણ વાંચો – VADODARA : સ્લેટ-પેન પકડવાની ઉંમરે બાળકના હાથમાં બાઇકનું સ્ટીયરિંગ

આ પણ વાંચો – VADODARA : કારમાં ઠાંસીઠાંસીને ભરેલો દારૂનો જથ્થો ઝડપાયો

આ પણ વાંચો – VADODARA : વધુ પૈસા કમાવવાની લ્હાયમાં પિતા-પુત્ર ગૌમાંસના સમોસા વેચતા

Whatsapp share
facebook twitter