+

VADODARA : VMC ના કોન્ટ્રાક્ટરે ટ્રોલી જોખમી રીતે ઉભી રાખતા એમ્બ્યુલન્સ ભટકાઇ

VADODARA : વડોદરા (VADODARA) માં વડાપ્રધાનને આવકારવા માટે શહેરનની ભારે સજાવટ કરવામાં આવી રહી છે. આ કામગીરી દિવસ-રાત ચાલી રહી છે. દરમિયાન શહેરના ન્યુ વીઆઇપી રોડ પર કામગીરી દરમિયાન પાલિકાના…

VADODARA : વડોદરા (VADODARA) માં વડાપ્રધાનને આવકારવા માટે શહેરનની ભારે સજાવટ કરવામાં આવી રહી છે. આ કામગીરી દિવસ-રાત ચાલી રહી છે. દરમિયાન શહેરના ન્યુ વીઆઇપી રોડ પર કામગીરી દરમિયાન પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા ટ્રેક્ટરની ટ્રોલીને રોડની ડિવાઇડર બાજુની સાઇડમાં જોખમી રીતે મુકી રાખતા રાત્રીના સમયે પાછળથી આવતી એમ્બ્યુલન્સ તેની જોડે ભટકાઇ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, એમ્બ્યુલન્સની એર બેગ ખુલી ગઇ હતી. સદ્નસીબે આ ઘટનામાં કોઇને જાનહાની નહીં થતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો.

ટ્રોલીમાં ડ્રમ મુકીને રોડના ડિવાઇડરની સાઇડમાં મુકવામાં આવી

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી 28, ઓક્ટોબરના શહેરના મહેમાન બનવા જઇ રહ્યા છે. જેને લઇને શહેરની કાયાપલટ કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. દરમિયાન દિવસ-રાત પાલિકાની વિવિધ વિભાગની ટીમો કામ કરતી જોવા મળી રહી છે. દરમિયાન શહેરના ન્યુ વીઆઇપી રોડ પર કામગીરી દરમિયાન પાલિકાના કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સપાટી પર આવવા પામી છે. ગતરાત્રે પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી દરમિયાન ટ્રેક્ટરની ટ્રોલીમાં ડ્રમ મુકીને રોડના ડિવાઇડરની સાઇડમાં મુકવામાં આવી હતી. દરમિયાન વાહન વ્યવહાર ચાલુ હતો. અને કોઇ પણ પ્રકારે ઇન્ડિકેટર મુકવામાં આવ્યું ન્હતું.

ઘટનામાં ચાલકનો બચાવ થયો

તેવામાં પાછળથી દર્દી વગર આવતી એમ્બ્યુલન્સના ચાલકે તેમાં ભટકાડી દીધી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, એમ્બ્યુલન્સની એરબેગ ખુલી ગઇ હતી. જો કે, ઘટનામાં ચાલકનો બચાવ થયો છે. આ ઘટના પરથી અંદાજો આવે કે, શહેરને ચમકાવવામાં ક્યાંક કોઇના ઘરના ચિરાગ જોખમમાં ના મુકાય તેનું પણ ધ્યાન રાખવું પડશે. સાથે જ આ પ્રકારની બેદરકારીનું પુનરાવર્તન ના થાય તેવું શહેરવાસીઓ ઇચ્છી રહ્યા છે.

આ પણ વાંચો — VADODARA : ચા પીવા ગયેલા મિત્રોને લોકોએ ચોર સમજી ઢોર માર માર્યો, એકનું મોત

Whatsapp share
facebook twitter